GSTV

લર્નિંગ લાઈસન્સ માટે ક્યા પ્રકારની પ્રોસેસ હોય છે, આ રીતે કઢાવી શકશો તમારુ કાચુ લાઈસન્સ

ડ્રાઈવીંગ લાઈસન્સને લઈ મોટા ભાગે લોકોમાં અનેક પ્રકારના સવાલો થતાં હોય છે. ડ્રાઈવિંગ લાઈસન્સ એક નીશ્ચિત પ્રક્રિયા અંતર્ગત કામ થતુ હોય છે. લાઈસન્સ આપવાનો મતલબ એ થાય છએ કે,ટ્રાંન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ વાહન ચાલકને વાહન ચલાવવા માટે યોગ્ય માને છે. લાઈસન્સ બે રીતે આપવામાં આવે છે. સૌથી પહેલા વાહન ચાલકને લર્નિંગ લાઈસન્સ આપવામાં આવે છે.

લર્નિંગ લાઈસન્સને લઈ મોટા ભાગે લોકોના મનમાં સવાલો થતાં હોય છે. યોગ્ય જાણકારી ન મળતા તેમના મનમાં દ્વિધા થાય છે. ત્યારે લોકોમાં એ પણ ચિંતા હોય છે કે, ડ્રાઈવિંગ ટેસ્ટ શું હોય છે તેની શુ જરૂર છે.

આપને જણાવી દઈએ કે, લર્નિંગ લાઈસન્સ બનાવા માટે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની કોઈ જરૂર નથી, તેના માટે કોમ્પ્યુટર પર ટેસ્ટ આપવાની હોય છે. જેમાં આપને 8થી 10 સવાલો કરવામાં આવે છે. ેજેના તમારે જવાબ આપવાના હોય છે. જો તમે આ ટેસ્ટ પાસ કરી લો તો તમને લર્નિંગ લાઈસન્સ મળી જાય છે. લર્નિંગ લાઈસન્સની વેલિડિટી 6 મહિનાની હોય છે. ત્યાર બાદ આપને કાયમી લાઈસન્સ માટે અરજી કરવાની થાય છે.

જણાવી દઈએ કે, ગત વર્ષે નવા મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમો પહેલા કરતા વધારે કડક થઈ ગયા છે. લાઈસન્સ વગર ડ્રાઈવિંગ કરવા પર પહેલા 500 રૂપિયા દંડ થતો હતો હવે તે 5000 રૂપિયાનો થાય છે. ત્યારે આવા સમયે વાહન ચાલક પાસે લાઈસન્સ હોવુ અતિ જરૂરી છે.

READ ALSO

Related posts

આ મેં મારી જીંદગીમાં જોયેલી શ્રેષ્ઠ ફિલ્ડિંગ, આ ફિલ્ડરની ફિલ્ડિંગ જોઈને સચિને આપ્યો આ પ્રતિભાવ

Karan

સાયલન્ટ કિલર/ કોરોના વાયરસ હવે આ અંગ માટે બની રહ્યો છે કાળ, વધતાં કેસ સાથે બદલાયા લક્ષણો

Bansari

ICCના હેડક્વાર્ટરમાં કોરોનાની એન્ટ્રી, હવે IPL પર શું પડશે અસર?

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!