જાણો શા માટે પેપર લીક થયા બાદ વડોદરા કોર્પોરેશન સફાળુ જાગ્યું

એલઆરડી પેપર લીક કૌભાંડ મામલે વડોદરા કોર્પોરેશનના કર્મચારીનું નામ સામે આવતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવ્યું છે. પેપર કાંડમાં આરોપીમાંથી એક યશપાલ ઠાકોર વડોદરા મહાનગર સેવા સદન ફાઈલેરિયા વિભાગમાં હેલ્થ વર્કર તરીકે કામ કરતો હોવાનું બહાર આવ્યું છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલી તપાસમાં એ વાત ચોક્કસ થઈ ગઈ છે કે આ નામનો વ્યક્તિ વીએમસી સાથે જોડાયેલો છે. વર્ષ 2016, 2017, અને 2018માં ત્રણ વખત તેનું હેલ્થ વર્કર તરીકે સિલેક્શન પણ થયું હતું. આ મામલે હવે વીએમસી કમિશનરે પેપર કાંડના આરોપી અને મનપાના કર્મચારી યશપાલની કામકાજની શૈલી મુદ્દે તપાસના આદેશ આપ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter