GSTV

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

કાર

Last Updated on September 27, 2021 by Bansari

નવી કાર ખરીદતી વખતે આપણે ઘણી નાની-મોટી વસ્તુઓ પર નજર નથી રાખતી પરંતુ આ નાનકડી બેદરકારી પછીથી મોટી પરેશાનીનું કારણ બની જાય છે. આવી જ નાની-મોટી કામની વાત એ છે કે, નવી કાર ખરીદતી વખતે તમે ઇન્શ્યોરન્સ કયો સિલેક્ટ કર્યો છે. જો તમે કાર ખરીદતી વખતે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લો છો તો ઠીક છે.

પરંતુ જ્યારે તમે માત્ર જનરલ ઇન્શ્યોરન્સ લો છો ત્યારે તમને પાછળથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે જનરલ ઇન્શ્યોરન્સમાં, કારનો કોઈપણ પાર્ટ ખરાબ થયો હોય તો 100% ક્લેમ સેટલમેન્ટ નથી થતો. જ્યારે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સમાં, તમને 100% ક્લેમ સેટલમેન્ટ મળે છે. ચાલો ઝીરો ડેપ્થ ઈન્સ્યોરન્સ વિશે જાણીએ.

કાર

ઝીરો ડેપ્રિશિએશન કવર શું છે?

સમય સાથે બધી વસ્તુ જૂની થઈ જાય છે. કારની વાત કરીએ તો તેના પાર્ટ્સ ઘસાઈ જાય છે. આવી સ્થિતિમાં ગાડીની માર્કેટ વેલ્યૂ સમય સાથે ઘટતી જાય છે. તેને ડેપ્રિસિએશન કહેવામાં આવે છે અને તેના કારણે, દર વર્ષે કાર ઇન્શ્યોરન્સને રિન્યુ કરવા પર, કારની કિંમત તેમજ ઇન્શ્યોરન્સ ક્લેમની રકમ ઘટે છે. ઝીરો ડેપ્રિસિએશન કવર વિના કાર ઇન્શ્યોરન્સ પોલિસીમાં, વીમા કંપની નવા પાર્ટ્સને બદલવાનો સંપૂર્ણ ખર્ચ વહન કરતી નથી. તેમાંથી ડેપ્રિસિએશનની રકમ કાપવામાં આવે છે. આ કપાતનો એક ટકા ડેપ્રિસિએશનના આધારે નક્કી કરવામાં આવે છે.

ઝીરો ડેપ્રિસિએશન કવરમાં, ગાડીની વેલ્યૂ નક્કી કરવામાં ડેપ્રિસિએશન સામેલ નથી. એટલે કે, જો તમારા વાહનને કોઈ અકસ્માત અથવા અન્ય કારણોસર નુકસાન થયું છે, તો વીમા કંપની ક્લેમની સંપૂર્ણ રકમ ચૂકવે છે. તેને ‘ઝીરો ડેપ’ કવર પણ કહેવામાં આવે છે.

કાર

આ બાબતો ધ્યાનમાં રાખો –

મુખ્ય વીમા પોલિસી સાથે ઝીરો ડેપ્થ કવર ઉમેરવાથી પ્રીમિયમ બોજ વધે છે. કવરનું પ્રીમિયમ જનરલ કાર ઇન્શ્યોરન્સ કરતા 20 ટકા મોંઘુ હોઈ શકે છે. ઝીરો ડેપ્રિસિએશન કવર ફક્ત નવી ગાડી અથવા 3 વર્ષથી વધુ જૂની કાર પર ઉપલબ્ધ છે. એટલે કે, ચોથા વર્ષથી, તમારે જનરલ ઇન્શ્યોરન્સ પોલીસી જ ખરીદવી પડશે.

ઝીરો ડેપ્થ કવરમાં ક્લેમની સંખ્યા મર્યાદિત હોઈ શકે છે. ઘણીવાર લોકો નાના ડેન્ટ્સ માટે પણ ક્લેમ કરે છે. આ કારણે ક્લેમની સંખ્યા મર્યાદિત રહી છે. તો જાણો એક વર્ષમાં કેટલા ક્લેમ કરી શકાય છે. જેમ જેમ કારની ઉંમર વધશે તેમ પ્રીમિયમની રકમ તેના ક્લેમની સરખામણીમાં વધશે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!