GSTV
Home » News » જાણો શા માટે અલ્પેશ ઠાકોરે સરકારને આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ

જાણો શા માટે અલ્પેશ ઠાકોરે સરકારને આપ્યું 48 કલાકનું અલ્ટીમેટમ

હિંમતનગરના ઢુંઢર દુષ્કર્મ કાંડ મામલે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય અને ઓબીસી સમાજના નેતા અલ્પેશ ઠાકોરે સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. હિંમતનગરમાં ઠાકોર સમાજે રેલી કાઢી. જેમાં અલ્પેશ ઠાકોરે હાજરી આપી. ઠાકોર સમાજના 1,500થી વધુ કાર્યકરોએ કેન્ડલ માર્ચ કરી. અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. પીડિત બાળકી અને તેના પરિવારને જલ્દીથી ન્યાય મળે તેવી માગ સાથે કેન્ડલ માર્ચ કાઢી હતી.

દહેગામમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી છે. સાબરકાંઠાના ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી પર થયેલા બળાત્કારનો રોષ એટલો પ્રચંડ છે કે સમગ્ર સાબરકાંઠા પંથક જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તેનો રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ રૂપી કેન્ડલ માર્ચ દહેગામમાં કાઢવામાં આવી હતી. આ કેન્ડલ રેલીમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો જોડાયા હતા. આ કેન્ડલ માર્ચમાં જોડાયેલા લોકોએ બળાત્કારી શખ્સને ફાંસી સજા આપવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે સૂત્રોચાર કરાયા હતા.

મહત્વનું છે કે ઢુંઢર ગામે બાળકી પર દુષ્કર્મ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ મામલે ગાંધીનગર રજૂઆત કરી છે. પીડિત બાળકી અને તેના પરિવારને જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને રાજ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને રજૂઆત કરી છે. સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવાની અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહીની માગ કરી છે. અલ્પેશ ઠાકોર ગૃહ વિભાગ સમક્ષ એવી પણ ફરિયાદ કરી હતી કે ગુજરાતમાં કામ કરવા પરપ્રાંતીયોની વિગતો સરકાર પાસે હોવી જોઇએ. અને આ પ્રકારની માનસિકતા ધરાવતા શખ્સોને ગુજરાતમાં પ્રવેશ ન આપવો જોઇએ.

Related posts

કેટરિના પાસે હોટ લાગવા માટે પહોંચ્યો રણવીર, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

વડોદરાનો અનોખો ચોર, દિવસે કરતો મજૂરી ને રાત્રે કરતો આ ખાસ પ્રકારની સાયકલની ચોરી

Nilesh Jethva

કચ્છના હરામીનાળા પાસેથી બીએસએફે એક બોટ સાથે બે માછીમારોને ઝડપી પાડ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!