GSTV
Home » News » જાણો શા માટે કૃષિ પ્રધાન આર.સી ફળદુ અને સૌરભ પટેલ અચાનક દિલ્હી જઈ રહ્યા છે

જાણો શા માટે કૃષિ પ્રધાન આર.સી ફળદુ અને સૌરભ પટેલ અચાનક દિલ્હી જઈ રહ્યા છે

કૃષિ પ્રધાન અને ઊર્જા પ્રધાન બંને દિલ્હી ખાતે જઈ રહ્યા છે. તેવા સમાચાર સામે આવ્યા છે. ખાસ તો રાજ્યમાં ખેડૂતોના અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. ત્યારે પાક વીમાને લઈને દિલ્હીમાં ખાસ બેઠકનું આયોજન કરાયું છે. રાજ્યમાં વીમા કંપની દ્વારા વળતર ન ચૂકવવામાં આવતા હોવાની ફરિયાદ ખેડૂતો તરફથી અનેક જિલ્લાઓમાં સામે આવી છે. જેથી કૃષિ પ્રધાન દિલ્હી તરફ કૂચ કરવાના છે. યોજાનારી બેઠકમાં કૃષિ વિભાગ સહિત વીમા કંપનીના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે.

જોવામાં આવે તો રાજ્યમાં વરસાદની અછતના કારણે લાખો ખેડૂતોના પાકને નુકસાન થયું છે. અને સરેરાશ રાજ્યમાં પણ પાણીની અછત સર્જાઈ રહી છે. તો બીજી તરફ ખેડૂતો પિયત, બિયારણ, ટેકાના ભાવ સહિતના અનેક મુદ્દાઓ પર મુશ્કેલીમાં છે. સાથે રોજબરોજ અનેક જિલ્લાઓમાં ખેડૂતોના આપઘાતના સમાચાર પણ આવી રહ્યા છે. તેમાં પણ પાક નિષ્ફળ જવાથી ખેડૂતો જીવન ટુંકાવી રહ્યા છે. ત્યારે વીમા કંપનીઓ દ્વારા વળતર ન ચૂકવવામાં આવતું હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.

તો જોવું રહ્યું કે કૃષિ અને ઊર્જા પ્રધાન દિલ્હી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રહ્યા છે. આ બેઠક બાદ શું રાજ્યના ખેડૂતોની સમસ્યાનું નિવારણ આવશે કે પણ જગતના તાતનો કોઈ ધણી નહી જેવી પરીસ્થિતિ યથાવત્ રહેશે.

Related posts

આજે જૂનાગઢવાસીઓ નક્કી કરશે કે ‘ગઢ’ કોનો, મહાપાલિકાની 56 બેઠકો પર મતદાન શરૂ

Mayur

આજે વિન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની પસંદગી : યુવા ખેલાડીઓને તક અપાશે

Mayur

આનંદીબહેનની બદલી : મધ્ય પ્રદેશના બદલે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!