વિશ્વભરમાં કોરોનાએ ભરડો લીધો છે. તેવામાં સાવચેતી રાખવા ડોક્ટરો, WHO તેમજ આરોગ્ય વિભાગ સમયે સમયે ગાઈડલાઈન જાહેર કરતા રહે છે. જેમા નિયમિત પણ હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને માસ્ક પહેરવું સામેલ છે. એવામાં દરેકના મનમાં એવો સવાલ જરૂર થાય કે કેવું માસ્ક પહેરવું. કારણે માર્કેટમાં અત્યારે ઘણા પ્રકારના માસ્ક અવેલેબલ છે. જેથી ક્યા પ્રકારનું માસ્ક તમને કોરોના સામે રક્ષણ આપશે એ જાણવું જરૂરી બને છે. માસ્ક પહેરવાથી આપણા મોઢામાથી કણો શ્વાસ દ્વારા બહાર નિકળે છે તેનાથી બિજા લોકોને ચેપ લાગતો નથી ઉપરાંત આપણે પણ હવામાં રહેલા આવા કણો મોઢામાં પ્રવેશતા અટકાવી શકીએ છીએ. બજારમાં મળતા માસ્કના ચાર મુ્ખ્ય પ્રકારો છે.
N95 માસ્ક
માસ્કની વાત આવે એટલે સૌના મનમાં N95 તરત જ મગજમાં આવી જાય છે. N95 માસ્કની સૌથી મોટી ખાસીયત એ છે કે તે નાનામાં નાના કણોને મોમા પ્રવેશતા રોકી લે છે. જે બીજા માસ્કમાં શક્ય ઓછુ બને છે. જેના કારણે ચેપ લાગવાનો ખતરો ઓછો રહે છે. આ ઉપરાંત આ માસ્ક સિંગલ યુઝ અને તે પોલિએસ્ટર અને બીજા સિન્થેટિક ફાઈબર્સથી બને છે. જો તમારા ચહેરા પર વધારે દાઢી હોય તો તમને યોગ્ય રીતે ફીટ નહી થાય ઉપરાંત બાળકોના ચહેરા પર પણ યોગ્ય રીતે ફીટ નથી થતા. N95 માસ્કમાં આગળ એક્ઝેલેશન વાલ્વ હોય છે, જેનાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે
મેડિકલ માસ્ક
મેડિકલ માસ્ક બહારથી પ્રવેશતા 60 થી 80 ટકા સુધીના કણોને રોકી લે છે. જેને લઈને ચેપ લાગવાનો ખતરો ઓછો થઈ જાય છે. આ માસ્ક પહેરવાથી શ્વાસ લેવામાં સરળતા રહે છે. મેડિકલ માસ્ક સિન્થેટિક ફાઈબરથી બનેલા હોય છે. આ માસ્ક ડિસ્પોઝેબલ હોય છે જેથી તેનો ઉપયોગ એક જ વખત કરી શકાય છે. તે ચોરસ આકારના હોય છે. મેડિકલ માસ્કની અસરકારકતા એન95 માસ્ક કરતા ઓછી હોય છે.

જાતે કાપડથી બનાવેલા માસ્ક
કોરોના કાળમાં ઘણા શહેરમાં માસ્કની તંગી જોવા મળી હતી. જેને લઈને લોકોએ ઘરે સાદા કાપડમાંથી માસ્ક બનાવી પહેરવાનું શૂ કર્યું હતું. જો આ માસ્ક સારા કાપડમાંથી બનાવવામાં આવે તો યોગ્ય પરિણામ મળે છે. ટી-શર્ટ જેવા જાડા કોટનના કાપડમાંથી બે લેયરના માસ્ક બનાવવામાં આવે તો વધુ પ્રમાણમાં સુરક્ષા મળે છે.
હોમ મેડ ફિલ્ટર માસ્ક
હોમ મેડ ફિલ્ટર માસ્કને 100 ટકા કોટન ટી-શર્ટથી બનાવવામાં આવે છે. આ માસ્ક પાછળ એક ખીચુ હોય છે જે ફિલ્ટરનું કામ કરે છે. તેમાં કોફી ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. ફિલ્ટર તરીકે એવા એવા જ મટિરિયલ્સનો ઉપયોગ કરો જેનાથી શ્વાસ લેવામાં તકલીફ ના પડે. તમે જે પણ ફિલ્ટરનો ઉપયોગ કરો તેમા એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેની બાજુમાં કોટન અથવા તેના જેવા કોઈ મટિરિયલનું કોઈ લેયર હોય.
નોંધનિય છે કે માસ્ક પહેરાવાથી તમે કોરોનાથી 100 ટકા બચી શકતા નથી પરંતુ તેનું જોખમ મહદઅંસે ઘટી જાય છે. જેથી માસ્ક પહેરતી વખતે યોગ્ય કાળજી રાખવી જરૂરી છે. માસ્કને વારંવાર ચહેરા પરથી ના ઉતારો. ઉપરાંત વાંરવાર હાથ ના લગાવો. તેમજ હાથ ધોવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું અવશ્ય પાલન કરો.
READ ALSO
- સેન્સેક્સ કે ગોલ્ડ/બંનેને 50 હજાર સુધી પહોંચવામાં લાગ્યા 21 વર્ષ, જાણો ક્યાં મળે છે સૌથી વધુ રિટર્ન
- ગુજરાતીઓ લૂંટાયા/ માત્ર 32 હજારમાં આ લોકોને મળશે ફ્લેટ, 2015 પહેલાંનું જોઈશે માત્ર ચૂંટણીકાર્ડ
- બદલાયા નિયમો/ જાહેરમાં સિગારેટ પીતાં પકડાયા તો 2000 રૂપિયા થશે દંડ : સ્મોકિંગ ઝોન રદ થશે અને વેચવા માટે પણ લેવું પડશે લાયસન્સ
- કામના સમાચાર/ પાસપોર્ટ અને રેલવે ટીકિટની જેમ તત્કાલ મળશે ડ્રાઈવિંગ લાયસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ માટે પણ નહીં જવું પડે RTO
- ખાસ વાંચો/ ક્યાંક તમારી જૂની કાર ભંગાર તો નહીં થઈ જાય, સરકારે આ પોલિસીને આપી મંજૂરી