GSTV

ચિંતાજનક/ કોરોના જશે જ નહીં આ વાયરસ સાથે જીવતા શીખી લો, વેક્સિન સ્થિતિ સુધારશે પણ જિંદગીભર માસ્ક પહેરવું પડશે

કોરોના વાયરસના સંક્રમણ અને તે નાબૂદ થવા બાબતે બ્રિટનના સંશોધકોએ એક મોટો દાવો કાર્યો છે જેન સાંભળીને તેમારી ચિંતા વધી જશે. આ મહામારીને લઇને રચાયેલ બ્રિટિશ સરકારની સલાહકાર સમિતીના એક સિનિયર વૈજ્ઞાનિકો કહ્યુ કે, કોરોના વાયરસને ક્યારેય પણ ખત્મ કરી શકાશે નહીં. તે માનવજાત વચ્ચે હંમેશા રહેશે. તેમણે કહ્યુ કે, અલબત્ત એક વેક્સીન પ્રવર્તમાન સ્થિતિને થોડીક સારી બનાવવામાં મદદ જરૂર કરશે.

હવે હંમેશા વાયરસ આપણી સાથે રહેશે

બ્રિટિશ સરકારના સાયન્ફિટિક એડવાઇઝરી ગ્રૂપ ઓફ ઇમર્જન્સી (SAGE)ના એક સભ્ય જોન એડમંડ્સે સાંસદોને જણાવ્યુ કે, આપણે હવે હંમેશા વાયરસની સાથે રહીશું. એ વાતની સંભાવના અત્યંત ઓછી છે કે, તે દુનિયામાંથી સંપૂર્ણપણે ખત્મ થઇ જશે. તેમણે કહ્યુ કે, અમે આ શિયાળાના અંત સુધીમાં કોરોના વાયરસની કોઇને કોઇ રસી જરૂર બનાવી લઇશુ, જેનાથી આપણને મદદ મળશે.

કોરોની બીજી લહેરની ઝપેટમાં બ્રિટન

યુરોપના અન્ય દેશોની જેમ હવે બ્રિટન પણ કોરોના વાયરસની બીજી લહેરના ઝપેટમાં આવી ગયો છે. દેશમાં પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હોવા છતાં મંગળવારે બ્રિટનમાં કોરોના વાયરસના 21 હજારથી વધારે નવા કેસો સામે આવ્યા છે. બ્રિટનમાં આ જીવલેણ વાયરસથી સંક્રમિતો લોકોની સંખ્યા લોકડાઉન વચ્ચે પણ ઝડપથી વધી રહી છે.

બ્રિટનના 6 વેક્સીન ઉત્પાદકોએ કરી ડીલ

બ્રિટનના વૈજ્ઞાનિકોએ એવુ પણ કહ્યુ કે, આપણને વેક્સીનથી થોડીક મદદ મળી શકતી હોય તો તેનો ઉપયોગ જરૂર કરવો જોઇએ. આપણે દરેક સ્થિતિમાં કોરોનાના સંક્રમણના કેસો જેટલા ઓછા આવે તેવો પ્રયાસ કરવો જોઇએ. એ દિવસો દૂર નથી જ્યારે આપણે અસરકારક એક વેક્સીનનો ઉપયોગ કરી શકીશું તેમણે કહ્યુ કે, બ્રિટનને વિવિધ કોરોના વેક્સીનમાં રોકાણ કર્યુ છે.

સૌપ્રથમ આ લોકોને લાગશે વેક્સીનનો ડોઝ

બ્રિટને વેક્સીન બનાવી રહેલી છ અલગ-અલગ કંપનીઓની સાથે ડીલ કરી છે. તેની મારફતે તેમને કોરોના વાયરસ વેક્સીનના 34 કરોડ ડોઝ મળશે. તેમણે એવુ પણ કહ્યુ કે, પહેલી વખતે અમે કદાચ જ તમામ લોકોને આ વેક્સીનના ડોઝ આપી શકીશું. આથી શરૂઆતમાં અમે સૌથી વધારે જોખમ ધરાવતા લોકોને અને સ્વાસ્થ્ય કર્મચારીઓને આ વેક્સીનનો ડોઝ આપીશું.

READ ALSO

Related posts

મણિનગરની ખાનગી સ્કૂલની બેદરકાર સામે આવી, વાલીઓની ભીડ જોવા મળી શાળા પર

pratik shah

લાલદરવાજા વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળી, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ: જાગૃતતા ક્યારે આવશે

pratik shah

અમદાવાદ/ કોરોનાના ટેસ્ટ માટે વહેલી સવારથી લાઈનમાં, પરિસ્થિતિ દિવસેને દિવસે બની રહી છે ભયાવહ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!