GSTV

ઇ રુપી/ મોદીએ લોન્ચ કરેલી આ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ જાણી લો કઈ રીતે કરશે કામ, બેંન્કનું કાર્ડ કે ઇન્ટરનેટની પણ નહીં પડે જરૂર

ઇ રુપી

Last Updated on August 3, 2021 by Bansari

ઇ રુપી ડિજીટલ પેમેન્ટ માટે એક કેશલેસ અને કોન્ટેકટલેસ પ્લેટફોર્મ છે. જેનો કયૂ આર કોડ કે એસએમએસના આધારે ઇ વાઉચર તરીકે કામ કરે છે. લોકો યુઝર્સકાર્ડ, ડિજિટલ એપ કે ઇન્ટરનેટ બેંકિગ વિના ઇ રુપી વાઉચરનો વપરાશ કરી શકશે. આથી આ એક પ્રકારનું ગિફટ વાઉચર સમાન છે. ઇ રુપી વાઉચર દેશમાં ડિજીટલ ટ્રાન્જેકશન વધારવામાં મહત્વનું સાબીત થશે. જેનાથી ટાર્ગેટ લોકોને સીધા લાભાર્થી બનાવી શકાશે. આ પ્લેટફોર્મને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસેસ, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અને નેશનલ હેલ્થ ઓથોરિટીએ લોંચ કર્યુ છે. આ સિસ્ટમ પર્સન સ્પેશિફિક અને પર્પઝ સ્પશિફિક હશે.

ઇ રુપી

આ સિસ્ટમને એનપીસીઇએ યૂપીઆઇ પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. તમામ બેંકોએ રુપી બહાર પાડશે. કોઇ પણ કોર્પોરેટ કે સરકારી એજ્ન્સીએ સ્પેશિફિક પર્સન માટે સરકારી કે ખાનગી બેંકનો સંપર્ક કરવો પડશે. લાભાર્થીની ઓળખ મોબાઇલ નંબરના આધારે થશે અને સર્વિસ પ્રોવાઇડરને બેંક વાઉચર ફાળવશે જે જે તે વ્યકિત માટે હશે અને તેને જ ડિલીવર થશે. અમેરિકાની વાત કરીએ તો એજ્યૂકેશન વાઉચર્સ કે સ્કૂલ વાઉચર્સની એક સિસ્ટમ છે જેના દ્વારા સરકાર સ્ટુડન્ટસને સ્ટડી માટેના પૈસા આપે છે. આ સબસીડી સીધા માતા પિતા પોતાના બાળકોના શિક્ષણ માટે જ ઉપયોગમાં લઇ શકે છે. અમેરિકા ઉપરાંત સ્કૂલ વાઉચર સિસ્ટમ કોલંબિયા, ચિલી, સ્વીડન અને હોંગકોંગમાં પણ પ્રચલિત છે.

ઇ રુપી

આ ઇ રુપીને અત્યંત સરળ અને સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે વપરાશકર્તાની માહિતી અત્યંત ગોપનિય રાખવામાં આવે છે. આ ઇ વાઉચરમાં જરુરી રકમ પહેલાંથી જ હોય છે આથી વાઉચરના માધ્યમથી સમગ્ર પ્રક્રિયા ઝડપી અને વિશ્વસનિય બની શકે છે. સરકાર પોતાની કોઇ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારના ખેડૂતો અને ગરીબોને આર્થિક મદદ કરવા ઇચ્છતી હોયતો તે અત્યાર સુધી બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરતી રહી છે. ઘણી વાર બેંક લેણદેણમાં પણ અમલદારશાહી નડતી હોય છે.

ભષ્ટ્રાચારનો ભોગ બનવું પડે છે. જો કે બેંક એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર થતા હોવાથી લાંચ ઘટી છે પરંતુ ઇ રુપીનો ઉપયોગથી ભ્રષ્ટાચારને કોઇ અવકાશ રહેતો નથી. ઇ રુપી ડિજીટલ પેમેન્ટ કોઇ પણ તકલીફ વિના લાભાર્થી સુધી પહોંચાડી શકાય છે. આવી જ રીતે ઇ રુપીનો ઉપયોગ ખાનગી કંપનીઓ અને સંસ્થાઓ પણ પોતાના કર્મચારીઓ માટે કરી શકે છે જેના માટે મોબાઇલમાં કયૂઆર કોડ મોકલવામાં આવે છે એટલું જ નહી ઇ વાઉચરનો ઉપયોગ થયો છે કે નહી તે પણ ટ્રેક કરી શકાય છે. જો કે ભારતમાં કેશલેસ અને ડિજીટલ માટેનો પ્રયાસો છતાં લોકોને કેશનો મોહ ઓછો થયો હોય તેમ જણાતું નથી. એક માહિતી મુજબ વર્ષ ૨૦૨૦માં ભારતમાં કુલ ૮૯ ટકા જેટલું ટ્રાન્જેકશન કેશમાં થયું હતું. કેશલેસ અને ડિજીટલ પેમેન્ટની દીશામાં હજું ઘણું કરવાનું બાકી રહે છે.

Read Also

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!