GSTV

કેજરીવાલ સામે કારમી હાર બાદ જાણો ભાજપની કેવી છે પ્રતિક્રિયા, પોસ્ટરવોર શરૂ થયું

Last Updated on February 12, 2020 by Mayur

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ જાહેર થવાની સાથે આ ચૂંટણીના મુખ્ય બે પક્ષો ભાજપ અને આપ વચ્ચે પોસ્ટરબાજી શરૂ થઈ હતી. વિધાનસભા ચૂંટણીમાં આપનો વિજય નિશ્ચિત જણાતાં ભાજપના દિલ્હી એકમની ઓફિસ પર અમિત શાહના ચિત્ર સાથે પોસ્ટર મૂકાયું હતું, જેમાં લખ્યું હતું, વિજયથી અમે અહંકારી નથી બનતા અને પરાજયથી હતાશ નથી થઈ જતા.

આ ચૂંટણીમાં ભાજપના ચૂંટણી પ્રચાર પાછળ મુખ્ય બળ અમિત શાહ હતા, જેમણે 200થી વધુ સાંસદો, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તથા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને મેદાનમાં ઉતાર્યા હતા.

બીજીબાજુ આપની ઓફિસ બહાર પણ પોસ્ટર બદલાયું હતું. આપની ઓફિસ બહાર અરવિંદ કેજરીવાલના ફોટો સાથે લખ્યું હતું, ‘રાષ્ટ્ર નિર્માણ માટે આપ સાથે જોડાઓ.’ આપનું આ પોસ્ટર તેની ભાવી યોજનાઓના પણ સંકેતો આપતું હોય તેમ સૂત્રોનું કહેવું છે.

ભાજપ ચૂંટણીમાં રાષ્ટ્રવાદને મુદ્દો બનાવતો હોવાથી આપે રાષ્ટ્રવાદની નવી વ્યાખ્યા કરતાં સંકેતો આપ્યા છે કે માત્ર પાકિસ્તાન અને મુસ્લિમોને મુદ્દા બનાવવા એ રાષ્ટ્રવાદ નથી. ખરો રાષ્ટ્રવાદ શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સુધારો કરવો છે.

READ ALSO

Related posts

ભારત-પાકિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં થશે ચર્ચા, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે આપ્યું મોટું નિવેદન: શું તણાવનો આવશે અંત?

Zainul Ansari

આતંકીસ્તાનને ભણાવવો પડશે પાઠ: યુએસ એજન્સીના રિપોર્ટમાં ચોંકાવનારો અહેવાલ, કુખ્યાત આંતકીસંગઠોના નિશાના પર ભારત!

pratik shah

મોટા સમાચાર: પંજાબ કોંગ્રેસમાં કકળાટ વધ્યો, પ્રદેશ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!