જસદણની જંગમાં જાણો કયા સમુદાયનું કેટલું વરચસ્વ રહેશે

જસદણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે રૂપિયાની લ્હાણી કરી છે. પેટાચૂંટણીમાં કરેલા ખર્ચ મુજબ ભાજપના કુંવરજી બાવળીયાએ 14 લાખ 86 હજાર 953 રૂપિયા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ 32 લાખ 31 હજાર 615 રૂપિયા વાપર્યા છે. ચૂંટણીમાં ઉમેદવાર માટે ચૂંટણીના ખર્ચની મર્યાદા મહત્તમ 28 લાખ રૂપિયા છે. જસદણને જીતવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ અનેક રેલી અને જનસભા કરી હતી. કોંગ્રેસે પોતાની પરંપરાગત બેઠકને જાળવ રાખવા માટે એડી ચોટીનું જોર લગાવ્યુ હતું.

જ્યારે ભાજપ માટે જસદણ જીતવું શાખ બચાવવા સમાન છે. કોંગ્રેસનો દાવો છે કે, જસદણની જનતા કોંગ્રેસમાંથી ભાજપમા ગયેલા કુંવરજી બાવળીયાને હરાવશે. કેમ કે, બાવળિયાએ જસદણની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. જસદણમાં કુલ બે લાખથી વધુ મતદારો છે. જે પૈકી લેઉવા પટેલ 20 ટકા, કોળી 35 ટકા, દલિત 10 ટકા, લઘુમતિ 7 ટકા, કડવા પટેલ 7 ટકા, ક્ષત્રિય મતદારો 8 ટકા, આહિર મતદારો 8 ટકા, અન્ય મતદારો 13 ટકા છે. આ તમામ મતદારો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારનું ભાવિ નક્કી કરશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter