GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

કોડીનારઃ કાળી ચૌદશની રાત્રે યુવતી બહેનપણીના ઘરે જવા નીકળી અને સવારે લાશ મળી

.કોડીનારમાં વિમાંશી હત્યા મામલે વિશાળ રેલી નીકળી હતી. લોહાણા સમાજના વેપારીઓ સહિત સર્વેસમાજના લોકો રેલીમાં જોડાયા હતા. મૌન રેલી બાદ પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને હત્યારા પર કડક પગલા લેવા માંગણી કરવામાં આવી હતી. આ બનાવ પાછળ એક તરફી પ્રેમ જવાબદાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

પોલીસે હત્યારા યુવાન અને મૃતકની બહેનપણીની ધરપકડ કરી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો વિમાંશી નામની સગીરાની લાશ મળી આવી હતી. યુવતીના શરીર પર ગળાનાં ભાગે, કાન, પેટ, વાંસામાં છરીના કુલ 37 ઘા ઝીંકાયા હતા. મૃતક યુવતી કાળી ચૌદશની રાત્રે પોતાની બહેનપણીને ઘેરચોપડી આપવા જવાનું કહીને મોડે સુધી પરત ન ફરતાં આખો પરિવાર તેને શોધવા લાગ્યો હતો.

જોકે, સવારે તેની લાશ જ મળી આવી હતી. મોબાઇલ ડિટેઇલનાં આધારે તેમજ વિમાંશીની બહેનપણી ધરતી અને કશ્યપની અટક કરી હતી. બંનેની પ્રાથમિક પૂછપરછમાં કશ્યપ વિમાંશીને એક તરફી પ્રેમ કરતો હોવાનું અને વિમાંશી તેને તાબે ન થતી હોવાથી છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખ્યાનું ખુલ્યું હતું. જેમાં તેને વિમાંશીને ધરતી મારફત મળવા બોલાવી બાદમાં અપહરણ કરી પતાવી દીધાનું વિમાંશીનાં પિતા બિમલભાઇએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

પોલીસે બંનેની વિધિવત ધરપકડ કરી રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. જાણવા મળ્યા મુજબ, કશ્યપ કોઇ એક્ષ્ટર્નલ કોર્સ કરે છે. અને તેના પિતા અંબુજામાં નોકરી કરે છે. જ્યારે ધરતીનો અભ્યાસ પૂર્ણ થઇ ચૂક્યો છે. અને તેના પિતા દેના બેંકના નિવૃત્ત કર્મચારી છે.

Related posts

આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી,પરિવારને જાણ કર્યા વિના કોરોના પોઝિટિવ વૃદ્ધાને ગામના ચોકમાં મૂકી ગયાં!

Bansari

ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા! શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ કોરોના હોસ્પિટલોની બિલ્ડિંગોની કાયદેસરતા તપાસતું તંત્ર

Bansari

સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ કેરળ વિમાન ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી, કહ્યું: “સારું થયું આગ ન લાગી”

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!