GSTV
Health & Fitness Life Trending

Health Tips / તમારા રસોડામાં જ છે એક એવો મસાલો જે યુરિક એસિડ જેવી ઘણી સ્મસ્યોઓનો છે રામબાણ ઈલાજ

હળદરના ફાયદાઃ 

હળદર એક એવો મસાલો છે જે આપણા રસોડામાં સરળતાથી મળી રહે છે અને તેના વગર ભારતીય ભોજન પૂર્ણ નથી થતું. હળદર ભોજનમાં રંગ અને સ્વાદ લાવે છે જેના કારણે ભોજનની મજા બમણી થઈ જાય છે. હળદરના કારણે માત્ર જમવાનું જ સ્વાદિષ્ટ નથી બનતું પરંતુ સ્વાસ્થ્ય પણ સારૂં રહે છે. હળદરના આ ગુણોના કારણે તેનું મસાલાઓમાં વિશેષ સ્થાન છે. 

જેના શરીરમાં યુરિક એસિડની માત્રા વધી જાય તેમના માટે હળદર અસરકારક ઈલાજ સાબિત થઈ શકે છે. તો ચાલો આજે તમને આ લેખમાં જણાવીએ કે, હળદરનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. 

જો શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી ગયું હોય તો દરરોજ હળદરવાળુ દૂધ લેવું જોઈએ. તેનાથી બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે અને પાચનતંત્ર પણ મજબૂત રહે છે.

જો ડાયાબિટીસના દર્દીઓ રોજ દૂધમાં હળદર અને કાળા મરી (Black Pepper) મિક્સ કરીને સવારે નાસ્તાના સમયે લે તો તેમનું શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે.

બ્લડ શુગર વધવાનું કારણ હાઈ કોલેસ્ટ્રોલ પણ હોય છે. આવી સ્થિતિમાં હળદરના એન્ટિઓક્સીડેન્ટ અને એન્ટિ ઈમ્ફલેમેટરી ગુણો તેને કન્ટ્રોલ કરવામાં મદદ કરશે. હળદર ખાવાથી માઈગ્રેનની સમસ્યામાં પણ રાહત મળે છે. તેનું પાણીમાં ઉમેરીને સેવન કરી શકાય છે.

હળદરના એન્ટિઓક્સીડેન્ટ અને એન્ટિ ઈમ્ફલેમેટરી ગુણો વિવિધ ચેપ સામે રક્ષણ આપવામાં અસરકારક હોય છે. તે શરીરમાં થતા કોઈ પણ પ્રકારના સોજાને મટાડવામાં મદદરૂપ થાય છે. હળદર પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. તે મરડો, કબજિયાત, પેટનો દુખાવો જેવી સમસ્યાઓનો રામબાણ ઉપાય છે.

પીળી હળદર રક્તસ્ત્રાવ રોકવામાં મદદ કરે છે. તેને ઘા ઉપર અને મચકોડમાં લેપની જેમ લગાવવામાં આવે છે. આ સિવાય તે સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. તમને જણાવી દઈએ કે હળદરને એક ઔષધીય જડીબુટ્ટી તરીકે ઓળખવામાં આવે છે. તેનામાં વિવિધ બાયોએક્ટિવ સંયોજનોનું મિશ્રણ હોય છે જે એકંદરે શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.

Related posts

સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો

Hardik Hingu

સિધ્ધાંતો કે આગે ઝૂકનેકા નહીં / ‘પુષ્પા’ ફેઈમ અલ્લુ અર્જુને 10 કરોડની ઓફર ફગાવી

Hardik Hingu

મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો

GSTV Web Desk
GSTV