ગુજરાતના લેખાનુંદાનમાં ખેડૂતોના ભાગે જાણો શું આવ્યું, સરકારે કહ્યું 12 ટકાના દરે વિકાસ થયો

ગુજરાતમાં હાલમાં નીતિનભાઈ પટેલ લેખાનું દાન રજૂ કરાઈ રહ્યું છે. આ લેખાનુંદાનમાં ખેડૂતો માટે ખાસ જોગવાઇઓ કરાઈ છે. નીતિનભાઈના ખેડૂતો માટે બજેટમાં લ્હાણી છતાં આ વર્ષે ખેડૂતોની સૌથી વધારે નારાજગી સરકાર સામે રહી છે. ખેડૂતોને પાકના ભાવ મળતા નથી તે સૌથી મોટી ચિંતાનો વિષય છે. અહીં અમે ખેડૂતો માટે બજેટમાં કરેલી જોગવાઈઓની વિગતો રજૂ કરી રહયા છીએ. ગુજરાતમાં ખેડૂતોની બુમરાણ વચ્ચે નીતિનભાઈએ જણાવ્યું છે કે, રાજ્યમાં 12.1 ટકાના દરે કૃષિક્ષેત્રનો વિકાસ થયો છે.

 • અછતના વર્ષની અંદર ગુજરાતમાં 16,27,000 ખેડૂતોને 1557 કરોડની ચૂકવણી કરાઈ.
 • પશુધન બચાવવા 443 પાંજરાપોળને દૈનિક અપાતી 35 રૂપિયા સહાય
 • 2.60 લાખ પશુઓને 13 રૂપિયાના કિલોના દરે અપાતું સુકું ઘાસ
 • વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને બચાવવા 10 કલાક વિજળી અપાતાં સરકાર પર 436 કરોડનું ભારણ આવ્યું છે.
 • રાજ્યના ખેડૂતોને ખેતી માટે તમામ સુવિધાઓ, ખેતી કરવી, વિજળી સિંચાઈ અને ખેડૂતોના તમામ મુદ્દાઓને કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી, કોલ્ડ સ્ટોરેજ, કેપિટલ સબસિડી, ટપક અને ફુંવારા જેવી ઉપયોગી વ્યવસ્થા, ખાતર, તારની વાળ એવા અનેક પ્રકારના કાર્યક્રમો અમલમાં મૂકાયા છે.
 • કૃષિ ઉત્પાદનમાં 12.11 ટકાના દરે વૃદ્ધિ
 • નવી નવી ટેક્નોલોજી અને સાધનો માટે 500 કરોડની સહાયની વ્યવસ્થા કરી છે. 
 • પંચમહાલ જિલ્લાના હાલોલમાં ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.
 • સરકાર દ્વારા 500 કરોડનું રિવોલ્વિંગ ફંડ ઉભું કરાયું
 • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં છેલ્લા બે વર્ષમાં 27 લાખથી વધુ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા.
 • આધુનિક સાધનો દ્રારા ખેતી માટે 5,00 કરોડની સહાય
 • પશુધન વસતિ ગણતરીમાં ગુજરાત 15.36 ટકાના વધારા સાથે દેશમાં પ્રથમ રાજ્ય
 • માથાદીઠ દૂધ ઉપલબ્ધતા વધીને 564 ગ્રામ પ્રતિ દિન
 • સ્કીમ્ડ મિલ્ડ પાવડરની નિકાસ કરવા 300 કરોડની સહાય
 • પાટણમાં 47.50 કરોડના ખર્ચે પશુ સેક્સ સિમેન લેબોરેટરી સ્થપાશે
 • ઝીંગા ઉછેર માટે વધારાની 5,000 હેક્ટરની જમીનની ફાળવણી
 • માછીમારોને અપાતી ડીઝલ સબસિડી રૂપિયા 12થી વધારીને 15 કરાઈ
 • વલસાડમાં નવું મત્સ્ય ઉતરાણ કેન્દ્ર બનશે
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter