GSTV
Business Trending

ખાસ વાંચો/ જાણો પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના વિશે, જેનો અત્યાર સુધીમાં 1.25 કરોડ યુવાઓ ઉઠાવી ચુક્યા છે લાભ

કૌશલ

ભારત સરકારની પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY)ને જુલાઇ, 2015માં શરૂ કરવામાં આવી હતી. યોજનાનો હેતુ એવા લોકોને રોજગાર પૂરો પાડવાનો છે જે ઓછા ભણેલા છે અથવા તો અધવચ્ચે સ્કૂલ છોડી દે છે. યોજનાનો મુખ્ય હેતુ દેશમાં તમામ યુવા વર્ગને સંગઠિત કરીને તેના કૌશલ્યને નિખારીને તેમની યોગ્યતાનુસાર રોજગાર આપવાનો છે. આ યોજનાથી લોકો વધુમાં વધુ જોડાઇ શકે, તેના માટે યુવાઓને લોન લેવાની પણ સુવિધા છે. આ યોજનામાં ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષ માટે રજીસ્ટ્રેશન થાય છે. કોર્સ પૂરો કર્યા બાદ સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ દેશભરમાં માન્ય છે.

જાણો શું છે આ યોજના

ફેબ્રુઆરી 2021થી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનું ત્રીજુ ચરણ (PMKVY 3.0) શરૂ થઇ ચુક્યું છે. આ યોજનામાં 8 લાખ યુવાનોને સ્કિલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ ચરણમાં કૌશલ વિકાસ યોજના પર 948.90 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કૌશલ વિકાસ તથા ઉદ્યમિતા મંત્રાલય અનુસાર, PMKVY 3.0ને 28 રાજ્યો અને આઠ સંઘ શાસિત પ્રદેશોના 717 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી છે. યોજનાના શરૂઆતના સ્તર પર યુવાઓને વ્યાવસાયિક ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી તે ઉદ્યોગ સાથે સંબંધિત અવસરોનો લાભ લઇ શકે.

આ યોજનામાં ત્રણ મહિના, છ મહિના અને એક વર્ષ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. કોર્સ પૂર્ણ કર્યા પછી સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ સર્ટિફિકેટ આખા દેશમાં માન્ય છે.

આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે –

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો ઉદ્દેશ યુવાનોને ઉદ્યોગોને લગતી તાલીમ આપવાનો છે જેથી તેઓને રોજગાર મેળવવામાં મદદ મળી શકે. યુવાનોને કોઈ ટ્રેનિંગ ફી ચૂકવવાની નથી, ફી સરકાર દ્વારા જ ચુકવવામાં આવે છે. આ યોજના હેઠળ, મોટાભાગના ઓછા શિક્ષિત અથવા મધ્યમ શાળા છોડનાર યુવાનોને કૌશલ પ્રશિક્ષણ આપવામાં આવે છે. કોઈપણ રસ ધરાવનાર વ્યક્તિ http://pmkvyofficial.org ની મુલાકાત લઈને પીએમકેવીવાય માટે અરજી કરી શકે છે.

તમે કયા તકનીકી ક્ષેત્રમાં તાલીમ લેવા માંગો છો? અરજદારે ફોર્મ ભરતી વખતે જ આ વિકલ્પ પસંદ કરવો પડશે. તમે ઇલેક્ટ્રોનિક્સ, હાર્ડવેર, ફૂડ પ્રોસેસિંગ, ફિટિંગ, બાંધકામ જેવા લગભગ 40 તકનીકી ક્ષેત્રોમાં તાલીમ લઈ શકો છો. તમારા પસંદીદા તકનીકી ક્ષેત્રને પસંદ કર્યા પછી, તમારે ટ્રેનિંગ સેન્ટર પસંદ કરવું પડશે.

કૌશલ

PMKVY હેલ્પલાઈન નંબર

પીએમ કૌશલ વિકાસ યોજના વિશે વધુ માહિતી માટે વિદ્યાર્થી હેલ્પલાઇન નંબર 88000-55555, સ્માર્ટ હેલ્પલાઈન નંબર (SMART Helpline) 1800-123-9626 અને NSDC TP Helpline નંબર 1800-123- 9 9626 પર સંપર્ક કરી શકાય છે. ટેલિફોન નંબર સિવાય તમે કૌશલ વિકાસ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ www.pmkvyofficial.org ની વિઝિટ કરી શકે છે.

Read Also

Related posts

આરોગ્ય/ હિરો-હિરોઈન જેવા ચહેરા રાખવા હોય તો દૂધને ક્યારેય ના ટાળો, દૂધ સ્વાસ્થ્યની સાથે સાથે વધારે છે ખૂબસુરતી

HARSHAD PATEL

કિમ જોંગ- ઉનનું સ્વરૂપ તમે ક્યારેય નહીં જોયું હોય, આ રીતે મેળવે છે વિકૃત આનંદ

Padma Patel

ગુજરાત ચૂંટણી / AAPના ઉમેદવાર કથીરિયાએ ભાજપના કાનાણીના આશીર્વાદ લઈને કર્યું મતદાન, કાકા કે ભત્રીજો કોણ મારશે બાજી

Hardik Hingu
GSTV