GSTV
Gujarat Government Advertisement

જાણો જગદીશ ઠક્કર વિશેઃ ગુજરાતના 10 CM અને દિલ્હીમાં PM મોદીની હંમેશા પડખે રહ્યા

Last Updated on December 10, 2018 by

વડાપ્રધાન કાર્યાલયના PRO જગદીશ ઠક્કરનુ નિધન થયું છે. જગદીશ ઠક્કર ર૦૦૧થી નરેન્દ્ર મોદીની સાથે કામ કરતા હતા. ૧૯૮૬થી તેઓ ગુજરાતમાં સીએમના પીઆરઓ તરીકે કામગીરી બજાવતા આવ્યા હતા. બાદમાં ર૦૦૧થી તેઓ નરેન્દ્ર મોદી સાથે જોડાયા હતા. વડાપ્રધાન બન્યા બાદ મોદી તેઓને દિલ્હી લઇ ગયા હતા.

પીએમ મોદીએ ટ્વિટ કરીને તેમના મૃત્યુ પર દુખ વ્યકત કર્યુ છે. તેમણે લખ્યુ છે કે જગદીશભાઇ અનુભવી પત્રકાર હતા અને મેં વરસો સુધી તેમની સાથે કામ કર્યુ. ગુજરાત અને દિલ્હી એમ બંને સ્થાને તેમની સાથે કામ કરવો તે આનંદ હતો. તેઓ સાદગી અને જોશીલા સ્વભાવને કારણે જાણીતા હતા.ર૦૦૪માં નિવૃત થયા બાદ તેઓને નવ વાર એક્સટેન્શન અપાયું હતું. બત્રીસ વર્ષ સુધી તેમણે મુખ્યમંત્રીઓ અને પછી વડાપ્રધાન સાથે કાર્ય કર્યું. પાછલા ત્રણ મહિનાથી તેમની એઇમ્સમાં સારવાર ચાલી રહી હતી. મલ્ટીપલ ઓર્ગન ફેઇલ્યોરના કારણે તેમનુ નિધન થયું હતું

મહત્વનું છે કે જગદીશ ઠક્કર અમરસિંહ ચૌધરીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં માહિતી ખાતામાં પીઆરઓ તરીકે નિમાયા હતા. અને જે બાદ માધવસિંહ સોલંકીથી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળ સુધી તેઓ માહિતી ખાતામાં ફરજ બજાવતા રહ્યા હતા. જોકે તેમની કામગીરીથી રાજી રહી PM મોદી તેમને દિલ્હી પણ લઈ ગયા હતા.

Gujarat Government Advertisement

Related posts

કમાણી કરવાની તક: જો આપની પાસે છે આ 2 રૂપિયાની નોટ તો આપ પણ બની શકો છો લાખોપતિ

Pravin Makwana

ફાયદાની વાત: આ બેંક જૂની ઓટો લોન પર આપી રહી છે 18 હજારનું રિફંડ, એક મહિનાની અંદર પુરૂ કરી નાખો આ કામ

Pravin Makwana

ટ્રિક/ કારની બેટરી વારંવાર થઇ જાય છે ડિસ્ચાર્જ? આ ટિપ્સ અપનાવશો તો વધી જશે લાઇફ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!