GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

પ્રશંસકોની સલાહ બાદ લિએન્ડર પેસનો નિર્ણય, નિવૃત્તિ અંગે આ મહત્ત્વની વાત કરી

ભારતનો સુપર સ્ટાર ટેનિસ ખેલાડી તેની ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટની સદી પૂરી કરવાથી માત્ર ત્રણ ટુર્નામેન્ટ દૂર છે પરંતુ કોરોના વાયરસને કારણે તમામ ટેનિસ ટુર્નામેન્ટ અટકી ગઈ હોવાથી તેની આ સિદ્ધિ અંગે પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આ દરમિયાન લિએન્ડર પેસે પોતાના ફેન્સ આ અંગે સલાહ માગી હતી જેને ધ્યાનમાં રાખીને પેસે જાહેર કર્યુ છે કે તે ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટની સદી પૂરી કરવા માગે છે.

આઠમી વાર ઓલિમ્પિક્સમાં ભાગ લઈને નિવૃત્તિ લઈ લેશે

પોતાની કારકિર્દીમાં 18 ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનારા લિએન્ડર પેસની ઇચ્છા ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેવાની હતી. તેણે ગયા વર્ષે જ જાહેર કર્યુ હતું કે 2020નું વર્ષ તેની કારકિર્દીનું છેલ્લું વર્ષ હશે. તે આઠમી વાર ઓલિમ્પિક્સમાં ભાગ લઈને નિવૃત્તિ લઈ લેશે. કોરોના વાયરસને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ હવે એક વર્ષ માટે પાછી ઠેલાઈ છે. સદી પૂરી કરવી છે. લિએન્ડર પેસે એક લાઇવ ચેટ શોમાં કહ્યું હતું કે ઓલિમ્પિક્સને હજી ઘણી વાર છે અને મને નથી લાગતું કે આ વર્ષે જુલાઈ તે ઓગસ્ટમાં ટેનિસનો પ્રારંભ થશે. મારી ટીમ તૈયાર છે અને લોકડાઉન ખૂલશે ત્યાર બાદ અમે ફિટનેસ અંગે સમીક્ષા કરીશું. ત્યાર બાદ જ ખબર પડશે કે મારે 2021માં રમવું કે નહીં.

ફેન્સને પૂછ્યું, મારે 2021 સુધી રમવું જોઇએ કે નહીં


લિએન્ડર પેસ 17મી જૂને તેના જીવનના 47 વર્ષ પૂરા કરશે. તેણે કહ્યું કે હું 97 ગ્રાન્ડસ્લેમમાં રમ્યો છું અને ત્રણમાં રમું તો સદી પૂરી થઈ જાય. આ વાત વિચારીને જ મને પ્રેરણા મળી રહી છે અને હુ આઠમી વાર ઓલિમ્પિક્સમાં રમવા માગું છું. જેનાથી એ રેકોર્ડ બની જાય કે સૌથી વધુ ઓલિમ્પિક્સ રમનારામાં એક ભારતીય મોખરે છે. લિએન્ડર પેસે નિવૃત્તિ અંગે પોતાના ફેન્સની સલાહ માગી હતી. તેણે પ્રશંસકોને કહ્યું કે તમે જ મને કહો કે મારે 2021 સુધી રમવું જોઇએ કે નહીં.

READ ALSO

Related posts

ટોસિલીજુમેબ ઇન્જેકશન કાળાબજાર : એક આરોપીની ધરપકડ, સાર્થક ફાર્માના માલિક થયા અંડરગ્રાઉન્ડ

Nilesh Jethva

ગલવાનમાં ચીનને કારણે મોદી થયા આ 2 અધિકારીથી ખફા, રાજનાથને કહ્યું લેખિતમાં ખુલાસો માગો

Harshad Patel

ગરમ પાણી પીવાથી ચેહરા પર આવે છે નિખાર, જાણો બીજા અનેક ફાયદા..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!