GSTV

ખેંચીને મોટું કરી શકાશે આ સ્માર્ટફોનનું ડિસ્પ્લે! આ રીતે કરશે કામ, જાણો ફિચર્સ

Galaxy Fold, Huawei Mate X, Moto Razr અને હવે Galaxy Z Flip. ફોલ્ડેબલ સ્માર્ટફોનનો ટ્રેન્ડ એક રીતે શરૂ થઈ ગયો છે. પરંતુ ચીની કંપની TCL એક એવો સ્માર્ટફોન બનાવી રહી છે જેની સ્ક્રીન એક્સ્પેન્ડ થશે. મહત્વનું છે કે TCLએ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2019 વખતે ફોલ્ડેબલ સ્ક્રીનને શોકેસ કરી હતી. એક રિપોર્ટ અનુસાર TCL જે સ્માર્ટફોન પર કામ કરી રહી છે તેની સ્ક્રીન Flexible રહેશે. TCL સ્લાઈડ આઉટ ડિઝાઈનની સાથે એક સ્માર્ટફોનની પ્રોટોટાઈપ બનાવી રહી છે. તેના ફાયદા એ થશે કે ફોનને વાળવાની જરૂર નહીં રહે પરંતુ સ્ક્રીનને જ સાઈડથી પુશ કરી નાની કરી શકાય છે.

જોવામાં કેવો દેખાશે આ ફોન?

CNETએ એક TCLના Flexible સ્ક્રીન વાળા સ્માર્ટફોનના પ્રોટોટાઈપને શેર કર્યો છે જે વાળી નથી શકાતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ જોવામાં તો સ્ટાન્ડર્ડ સ્માર્ટફોનની જેમ જ દેખાય છે. પરંતુ સ્ક્રીન પુલ કર્યા બાદ આ ટેબલેટની સાઈઝનો થઈ જાય છે. રિપોર્ટ અનુસાર TCL આ સ્માર્ટફોનના પ્રોટોટાઈપને આજ વર્ષે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં શોકેસ કરવાની હતી પરંતુ હવે MWC 2020 કેન્સલ થઈ ચુક્યું છે.

શું છે આ સ્માર્ટફોનની ખાસિયતો?

TCLના આ પ્રોટોટાઈપમાં સ્લાઈડ આઉટ ડિસ્પ્લે છે અને કર્વ્ડ એજ આપવામાં આવી છે. આ પ્રોટોટાઈપના બેક પેનલ પર ડિવાઈડર છે જ્યાંથી સ્ક્રીન અંદર અને બહાર આવે છે. ફોનના ફ્રન્ટમાં ડુઅલ કેમરા જોઈ શકાય છે જે પંચહોલમાં છે. તેને તમે સ્લાઈડિંગ ટેબલની જેમ સમજી શકો છો. સ્લાઈડ આઉટ ડિસ્પ્લે કામ કઈ રીતે કરશે હાલમાં તેની કોઈ જાણકારી નથી.

હોઈ શકે છે અમુક મર્યાદા

પરંતુ તેને જોઈને એવું લાગી રહ્યું છે કે આ ફોલ્ડેબલ સ્માર્ટફોનને ટક્કર આપી શકે છે. કારણ કે આ ફોનને વારંવાર મોલ્ડ કરવા પર ઝંઝટ નહીં થાય. જોકે તેની પોતાની કોઈ ખામિઓ હોઈ શકે છે જે આવનાર સમયમાં સ્પષ્ટ થઈ શકે છે. TCLએ હાલમાં આ સ્માર્ટફોન પ્રોટોટાઈપને લઈને કોઈ પણ ઓફિશિયલ જાણકારી નથી આપી.

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

Lockdown તોડીને બહાર નિકળ્યા તો કોઈ નાની મોટી સજા નહીં થશે આટલા વર્ષોની જેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!