મધ્ય પ્રદેશની સરકાર હવે દેશમાં કેન્દ્ર સ્થાને આવી ગઈ છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ વિવિધ ટીપ્પણીઓ કરી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ ક્યાંક જ્યોતિરાદિત્ય પર કટાક્ષ કરી મોદી અને શાહની સાથે જોડાવાની શુભેચ્છાઓ આપી રહ્યાં છે તો ભાજપના નેતાઓ જ્યોતિરાદિત્યના આગમનને બદલે કોંગ્રેસના નેતૃત્વ પર શંકાની સોય તાણી રહ્યાં છે.
કુછ તો મજબૂરીયા હોંગી…
મધ્ય પ્રદેશની રાજકીય સ્થિતિ અંગે છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે જ્યોતિરાદિત્ય સિંધિયા પર નિશાન સાધ્યું છે. ભૂપેશ બઘેલે કહ્યું કે કોંગ્રેસમાંથી મોટા ઉપાડે બીજી પાર્ટીમાં જનારા પાછા દુમ દબાવીને પરત ફરે છે. બઘેલે કટાક્ષ કરતા કહ્યું કે કુછ તો મજબૂરિયા રહી હોંગી વરના યું હી કોઇ બેવફા નહીં હોતા.

જ્યોતિરાદિત્યએ વ્યાજબી નિર્ણય કર્યો
મધ્યપ્રદેશમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આકરો પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસ નેતાગીરી વિહોણી છે. ગુજરાતમાં પણ કોંગ્રસની હાલત ખરાબ છે. મુખ્યપ્રધાને વધુમાં કહ્યુ કે, મધ્યપ્રદેશ કોંગ્રેસ આંતરિક વિખવાદના કારણે તૂટી છે. અને કોંગ્રેસ શાસિત દરેક રાજ્યમાં અસંતોષની સ્થિતિ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડવા પર સીએમ રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ વ્યાજબી નિર્ણય કર્યો છે.

મોદી અને શાહ સાથે જોડાવા બદલ શુભેચ્છા
કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહે કહ્યુ હતુ કે સિંધિયાને નજર અંદાજ કરવાની વાત ખોટી છે. સિંધિયાને પુછ્યા વગર પાર્ટી કોઇ નિર્ણય લેતી નહોતી. છેલ્લા 16 મહિનાથી તેમની સલાહ લેવામાં આવતી હતી..દિગ્વિજયસિંહે જ્યાતિરાદિત્ય સિંધિયાને મોદી અને શાહ સાથે જવા બદલ શુભેચ્છા પાઠવી હતી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથેની મુલાકાત બાદ રાજીનામુ આપ્યુ હતુ.

અપક્ષો કોંગ્રેસને જ આપશે ટેકો
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ હવે મુખ્યપ્રધાન કમલનાથે કોંગ્રેસના બાકીના ધારાસભ્યો તેમજ અપક્ષ ધારાસભ્યો સાથે સવારે મહત્વની બેઠક યોજી. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ પણ સીએમ કમલનાથ તેમની પાસે પૂરતું સંખ્યાબળ હોવાનો દાવો કરી રહ્યા છે. મધ્ય પ્રદેશના ચાર અપક્ષ ધારાસભ્યોએ પણ કમલનાથ સાથે મુલાકાત કરતા અપક્ષ ધારાસભ્યો કોંગ્રેસને જ ટેકો આપશે તેમ મનાઇ રહ્યું છે.

કોંગ્રેસને નિશ્ચિત લાગશે ઝટકો
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ મધ્યપ્રદેશના રાજકીય સંકટ પર પ્રતિક્રિયા આપી. અધીર રંજને કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા કદાવર નેતાના જવાથી કોંગ્રેસને નિશ્ચિતપણે મોટો ઝટકો લાગ્યો છે. સિંધિયાનું ભાજપમાં જવું એ દુઃખદ છે. પરંતુ કોંગ્રેસ આ સંકટમાંથી બહુ ઝડપથી ઉગરશે તેવો વિશ્વાસ અધીર રંજને વ્યક્ત કર્યો.
READ ALSO
- Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે