GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

રાહુલ સહિતના નેતાઓ આજે કાશ્મીરની મુલાકાતે, તંત્રનો ઇનકાર

કોંગ્રેસ, ડાબેરી પક્ષો, આરજેડી, એનસીપી, ટીએમસી, ડીએમકે વગેરેના નેતાઓ કાશ્મીરની મુલાકાત લેવા જઇ રહ્યા છે. કાશ્મીરની સ્થિતિ અંગે જાણકારી મેળવવા તેમજ કાશ્મીરીઓ સાથે વાતચીત કરવા માટે આ નેતાઓનું એક ડેલિગેશન કાશ્મીરની મુલાકાત લેશે જેમાં રાહુલ ગાંધી પણ જોડાય તેવી શક્યતાઓ છે. 

કોંગ્રેસના જે અન્ય વરીષ્ઠ નેતાઓ શ્રીનગરની મુલાકાત લઇ શકે છે તેમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્માનો પણ સમાવેશ થાય છે. જોકે કાશ્મીરના જે સ્થાનિક નેતાઓ છે તેમાંથી અનેકની અટકાયત કરાઇ છે, આ સ્થિતિ વચ્ચે સરકારે અન્ય કોઇ બહારના નેતાને પણ પ્રવેશવા નથી દીધા. તેથી પુરી શક્યતાઓ છે કે આ નેતાઓને પણ રોકવામાં આવી શકે છે. 

પ્રાપ્ત અહેવાલો અનુસાર શનિવારે જ આ નેતાઓનું ડેલિગેશન શ્રીનગર જઇ રહ્યું છે. જ્યારે બીજી તરફ સ્થાનિક પ્રશાસને નેતાઓને હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં ન આવવાની સલાહ પણ આપી દીધી છે. 

જે નેતાઓ આ મુલાકાતમાં જોડાઇ શકે છે તેમાં રાહુલ ગાંધી ઉપરાંત સીપીઆઇ-એમના સિતારામ યેચુરી, સીપીઆઇના ડી. રાજા, ડીએમકેના તીરૂચી સિવા, આરજેડીના મનોજ જા, એનસીપીના દિનેશ ત્રિવેદી પણ આ ડેલિગેશનમાં સામેલ થશે.  બીજી તરફ પ્રશાસને કહ્યું છે કે હાલ કાશ્મીર આવવાની કોઇ જ જરૂર નથી.

કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબુદ કરાઇ તે બાદ પહેલી વખત વિપક્ષના આટલી સંખ્યામાં નેતાઓ કાશ્મીરની મુલાકાત લેવા જઇ રહ્યા છે. આ પહેલા જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને કાશ્મીર આવવાનું આમંત્રણ આપ્યું હતું અને હવે કહી રહ્યા છે કે અહીં આવવાની જરૂર નથી.

READ ALSO

Related posts

ભાજપનું પ્રતિનિધિમંડળ પહોંચ્યું રાષ્ટ્રપતિના શરણે, આ રાજ્યની સરકારને બર્ખાસ્ત કરવાના ધમપછાડા

Pravin Makwana

હું અન્ય પુરુષો પ્રત્યે આકર્ષિત થવા લાગી હતી, પતિથી અલગ રહેતી અલકા યાજ્ઞિકના મોટા ખુલાસા

Harshad Patel

31 જૂલાઈ સુધી લોકડાઉન: બિહારમાં વધુ 15 દિવસ માટે લંબાવાયુ લોકડાઉન, ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ રીતે રહેશે બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!