GSTV

ભાજપના ટોપ 5 નેતાઓનું રટણ હું નહિ તો મારાને આપો સ્થાન : રૂપાણીના બંગલે થયા નેતાઓ ભેગા, હવે હાઈકમાન્ડ લેશે નિર્ણય

ભાજપ

Last Updated on September 15, 2021 by Bansari

ગુજરાત સરકારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળની શપથવિધિ પહેલા ભાજપમાં યાદવાસ્થળી થઈ છે. નવા પ્રધાનમંડળને લઈને ભાજપમાં ઉગ્ર અસંતોષના પડઘા પડતા શપથવિધિ મોફૂક રાખવામાં આવી છે. આજે યોજનારી શપથવિધિ છેલ્લી ઘડીએ મોફૂક રાખવામાં આવી.. નો રિપિટ થિયરીના અહેવાલને પગલે શપથવિધિ પર ગ્રહણ લાગ્યું છે. જેથી નવા પ્રધાનમંડળના સભ્યોની આવતીકાલે ગાંધીનગરમાં બપોરે 1.30 લાગ્યે શપથવિધિ યોજાશે.

મોદી

નવાસવા ધારાસભ્યોને મંત્રીપદ આપવા અંગેની કવાયતો શરૂ થતા નારાજગી અને અસંતોષનો દાવાનળ ઉભો થયો

ત્રીમંડળની રચનામાં વર્તમાન અને ભૂતકાળના તમામ મંત્રીઓને પડતા મુકીને નવાસવા ધારાસભ્યોને મંત્રીપદ આપવા અંગેની કવાયતો શરૂ થતા નારાજગી અને અસંતોષનો દાવાનળ ઉભો થયો હતો. જેનો પડઘો દિલ્હી હાઈકમાન્ડ સુધી પડતા મંત્રીઓની શપથવિધિ અચાનક અટકાવી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શપથવિધિ અટકવા પાછળ મંત્રીમંડળની યાદી જવાબદાર હોઈ શકે છે. હાલમાં સિનિયર નેતાઓનું હું નહિ તો મારાને આપો સ્થાનનું રટણ શરૂ થયું છે અને પોતાના માણસોને મંત્રી મંડળમાં સામેલ કરવા દબાણ કરી રહ્યા છે.

CM Rupani

નારાજગીનો સૂર હાઈકમાન્ડ સુધી પહોંચાડ્યો

આ પહેલા પ્રધાનોની શપથવિધિ આજે 4.20 વાગ્યે યોજાવાની હતી. જોકે, બાદમાં શપથવિધિના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો. મંત્રીમંડળની શપથવિધિ માટે બેનર પણ તૈયાર કરવામાં આવ્યા હતા જેમા 15 સપ્ટેમ્બરની તારીખ લખવામાં આવી હતી. જોકે, શપથવિધિ આવતીકાલે યોજાતા આ બેનરને હટાવી લેવામાં આવ્યા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલે પણ સિનિયર મંત્રીઓએ ભેગા થઈ નારાજગીનો સૂર હાઈકમાન્ડ સુધી પહોંચાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની આજે શપથવિધિ ન યોજાવા માટેના કેટલાક કારણ સામે આવ્યા છે. ભાજપના જ સિનિયર નેતાઓ નો રિપિટ થિયરીથી નારાજ થયા છે. તો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓએ વાંધો ઉઠાવ્યો છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પ્રધાનોનું માનવું છે કે, સર્વસ્વ મુક્કી ભાજપમાં આવ્યા છતાં આવો અન્યાય કેમ? એવી ચર્ચા પણ ચાલી હતી.. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા મોટા ભાગના ધારાસભ્યો હાલની સરકારમાં મંત્રી છે. કુંવરજી બાવાળીયા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ધારાસભ્યો મંત્રી છે. જો નો રિપીટ થિયરીના કારણે આ તમામ મંત્રીઓ ઘર ભેગા થઈ જશે.

Read Also

Related posts

AUKUS + QUAD : ચીનને સખણુ રાખવા માટે રચાયેલા બે સંગઠનો શું છે? ભારતનો રોલ શા માટે મહત્વનો છે?

Pritesh Mehta

UNSCમાં પીએમ મોદીનું સંબોધન/ ભારતનો વિકાસ થાય છે ત્યારે દુનિયા બદલાય છે, નામ લીધા વગર પાકિસ્તાન પર કર્યો પ્રહાર

Pritesh Mehta

લદાખ પણ અમારું અને કાશ્મીર પણ અમારું : ઈમરાનખાનને જડબાતોડ જવાબ આપનાર સ્નેહા દુબે આખરે કોણ છે? ઈન્ટરનેટમાં સતત સર્ચ થઈ રહ્યું છે આ નામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!