GSTV
Home » News » ગુજરાતની આ 18 સીટો પર પૈસાના જોરે વોટ ખરીદાવાની શક્યતા, ECની છે બાજ નજર

ગુજરાતની આ 18 સીટો પર પૈસાના જોરે વોટ ખરીદાવાની શક્યતા, ECની છે બાજ નજર

Election Commission

2019ની લોકસભા ચૂંટણીના બ્યૂંગલ વાગી ચૂક્યા છે. સત્તા મેળવવા માટે તમામ પક્ષો પૂરૂ જોર લગાવી રહ્યા છે. તો બીજી તરફ ચૂંટણી પંચ પણ નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી કરવા માટે કમર કસી રહ્યું છે. આ વચ્ચે ચૂંટણી આયોગના હાથમાં એવો આંકડો સામે આવ્યો છે જેનાથી ખૂદ આયોગ પણ ચોંકી ગયું છે. દેશની ઓછામાં ઓછી 110 લોકસભા સીટો, જ્યાં ઉમેદવારો વોટ મેળવવા માટે રૂપિયાનો વરસાદ કરી શકે છે. એટલે કે પૈસાના જોર પર વોટ ખરીદવામાં આવશે. ધનબળના બળ પર 110 સીટો પ્રભાવિત છે.

આમ તો ચૂંટણીમાં રૂપિયાનો વરસાદ થવો એ નવી વાત નથી પણ સત્તા મેળવવા માટે કેટલાક પક્ષો ધરતી પરના કુબેર બની જશે અને તેમાંથી 110 સીટો એવી છે જેના પર પૂરતા પ્રમાણમાં રૂપિયાનો વરસાદ થઈ શકે છે અને મતદારોને રિઝવવામાં આવી શકે છે.

આ રાજ્યોની સીટો પર નજર કરવામાં આવે તો

અંગ્રેજી અખબારમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે તમિલનાડુના તમામ લોકસભા ક્ષેત્રો સિવાય આંધ્રપ્રદેશ, તેલંગણા, બિહાર, કર્ણાટક અને ગુજરાતની અડધીથી વધારે સીટો પર ખર્ચ કરવાના પ્રમાણે તેને સંવેદનશીલ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. તમિલનાડુના મુખ્ય ચૂંટણી અધિકારીએ તમામ 39 સીટ પર ખર્ચનો હિસાબ માગ્યો છે.

kashmir elections 2019

આંધ્રપ્રદેશની 25 લોકસભા સીટોમાંથી 16 સીટ પર ચૂંટણી આયોગની બાજ નજર રહેશે. બિહારની 40માંથી 21 સીટો પર ચૂંટણી આયોગ ચોકિદાર બની બેઠુ છે. આ સિવાય ઝારખંડની બે સીટ, ગુજરાતની 26માંથી 18 સીટો અને કર્ણાટકની 12 સીટોને આ શ્રેણીમાં રાખવામાં આવેલ છે. એટલું જ નહીં ઉત્તરાખંડમાં ચાર અને જમ્મુ કાશ્મીરમાં બે, હરિયાણા અને છત્તીસગઢમાં ત્રણ ત્રણ, ગોવામાં બે, રાજસ્થાનમાં પાંચ અને પંજાબની 6 સીટો ચૂંટણી આયોગના રડારમાં છે.

Code of Conduct

આ લોકો રાખશે નજર

સૌથી સંવેદનશીલ ગણાતી એવી આ 110 સીટો પર ચૂંટણી આયોગની બાજ નજર રહેશે. ઉલ્લેખનીય છે કે આ કારણે જ ચૂંટણી આયોગે આ તમામ વિસ્તારોમા બે ઓફિસરો મોકલવાનો નિર્ણય લીધો છે. પર્યવેક્ષકોની સ્પેશિયલ ટીમ અહીં થનારા ખર્ચ પર નજર રાખશે. ચૂંટણી આયોગે આ માટે મલ્ટી ડિપાર્ટમેન્ટ ઈલેક્શન ઈન્ટેલિજન્ટ્સ કમિટીનું ગઠન કર્યું છે. કમિટીની પહેલી બેઠક 15 માર્ચના રોજ યોજવામાં આવી હતી. જે કમિટી લોકસભાના ક્ષેત્રોમાં અવૈદ્ય પૈસા પરના ઉપયોગ પર નજર રાખશે.

READ ALSO

Related posts

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો લોકોને મળી રહે માટે નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મીઓને આહવાન કર્યુ

Mansi Patel

માંડવી નગરપાલિકામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

Nilesh Jethva

અમદાવાદમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, બાજુના અન્ય બે ઘરોને પણ નુકશાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!