ભાજપના કેટલાક રાજકીય આગેવાનો કોંગ્રેસના સંપર્કમા હોવાનો વિપક્ષ નેતા પરેશ ધાનાણી દાવો કર્યો છે. આવનારા દિવસોમાં કૉંગ્રેસનું ઘર ભૂલેલા લોકો ફરી કૉંગ્રેસ પક્ષમાં ઘર વાપસી કરશે તેવો પણ ધાનાણીએ દાવો કર્યો છે. પરેશ ધાનાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂને કોંગ્રેસનું અવિભાજ્ય અંગ ગણાવ્યા હતા. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસમાં હતા અને રહેશે. ધાનાણીએ આગામી દિવસોમાં મોટા ગજાના નેતાઓ કોંગ્રેસમાં જોડાશે તેવુ સૂચક નિવેદન કર્યુ છે. આ સાથે તેમણે ભાજપ સરકાર જસદણની પેટા ચૂંટણી મોડી કરવાના વેતમાં હોવાનો આક્ષેપ પણ કર્યો છે. તેમણે કહ્યુ કે આમ તો ત્રણ જાન્યુઆરી 2019 સુધીમાં જસદણની પેટા ચૂંટણી પૂરી કરવી પડે તેમ છે. પરંતુ ભાજપને હારનો ડર સતાવી રહ્યો છે તેના કારણે જસદણનું ઇલેક્શન વહેલા કરવા માંગતી નથી તેવો આરોપ મૂક્યો હતો. જસદણની પેટા ચૂંટણીમાં કુંવરજી બાવળીયાની હાર થશે તેવુ સૂચક નિવેદન પરેશ ધાનાણીએ કર્યુ છે. તેમણે કહ્યું કે, પક્ષ વિરોધી કામગીરી કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે..