GSTV
NIB

બંધારણની છઠ્ઠી અનુસૂચિ શું છે? જાણો, લદ્દાખ વિશેષ દરજ્જો કેમ માંગે છે?

આજથી ત્રણ વર્ષ પહેલા જ્યારે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કર્યો ત્યારે આ વિસ્તારના લોકોની મનની માંગ પૂરી થઇ હતી. પરંતુ ત્યાંના પ્રતિનિધિઓ હવે તેને બંધારણીય જોગવાઈના દાયરામાં લાવવા માંગે છે. તેઓ છઠ્ઠા અનુસૂચિની માંગ કરી રહ્યા છે. હકીકતમાં, છઠ્ઠી અનુસૂચિ આદિવાસી વિસ્તારો માટે બંધારણીય સુરક્ષા માટે હોય છે. સવાલ એ થાય કે શું લદ્દાખને આમાં સામેલ કરી શકાય? ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટ 2019 ના રોજ કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો જેમાં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરી.

જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા

ત્યાર બાદ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા હતા. 1949માં આ લોકોએ લદ્દાખને વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માંગ કરી હતી. 33 વર્ષ પહેલા 1989માં અહીં અલગ રાજ્યની માંગ માટે આંદોલન થયું હતું. છઠ્ઠી અનુસૂચિમાં બંધારણની કલમ 244(2) અને કલમ 275(1) છે. આ બંને કલમો હેઠળ વિશેષ જોગવાઈઓ છે. તેમાં આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ પ્રાંતોમાં આદિવાસી વિસ્તારોના વહીવટ અંગેની જોગવાઈઓ છે. રાજ્યપાલને અનુસૂચિમાં સ્વાયત્ત જિલ્લાઓની રચના અને પુનર્ગઠન કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.

વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવી દીધી

કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવી દીધી હતી અને આ નિર્ણય બાદ લદ્દાખમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ અહીંના લોકોની લગભગ 50 ટકા માંગ પૂરી થઈ હતી.

READ ALSO

Related posts

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાએ 2 દિવસના ભારતના પ્રવાસે, કર્ણાટકના ચંદનથી બનેલી બુદ્ધની પ્રતિમા ભેટ આપી

pratikshah

જાપાનના પીએમ ૨ દિવસીય ભારતની મુલાકાતે, સત્તાવાર સંબંધોને ગાઢ બનાવવા કિશિદા ભારત આવ્યા

pratikshah

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે જૂનાગઢમાં કર્યું લોકાર્પણ અને ખાતમુર્હત, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પર ભાર મુક્યો

pratikshah
GSTV