GSTV
Home » News » વકીલ કિરીટ જોશીની હત્યા મામલે જિલ્લા પોલીસ વડાને ફરીથી ઘટનાની તપાસ અપાઈ

વકીલ કિરીટ જોશીની હત્યા મામલે જિલ્લા પોલીસ વડાને ફરીથી ઘટનાની તપાસ અપાઈ

જામનગરમાં વકીલ કિરીટ જોશીની જાહેરમાં હત્યા મામલે જિલ્લા પોલીસ વડાને ફરીથી ઘટનાની તપાસ અપાઈ છે. ડીપીપીના અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસના આદેશ બાદ ફરીથી નવો આદેશ આપ્યો છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની ટીમ તપાસ માટે જામનગર પહોંચી છે. ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી.

જામનગરમાં વકીલની હત્યાની ઘટનામાં પોલીસ તપાસમાં વારંવાર નવો વળાંક આવી રહ્યો છે.   જામનગરના સતત ધમધમતા એવા ટાઉનહોલ વિસ્તારમાં કિરીટ જોશીની તિક્ષણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી.

મૃતક વકીલના પરિવારે ભૂ માફિયા જયેશ પટેલના માણસોએ હત્યા કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. વકીલ કિરીટ જોશી જ્યારે રાત્રીના સમયે જયોત ટાવરમાં પોતાની ઓફિસ પરથી નીકળી જઈ રહ્યા હતા ત્યારે જ અજાણ્યા શખ્સે કિરીટ જોશી પર છરીના ધડાધડ ઘા ઝીંકી નીચે પાડી દીધા હતા. આસાપાસના લોકો કંઈ સમજે તે પહેલાજ હત્યારાઓ પોતાનું કામ પતાવી બાઈક પર ફરાર થઈ ગયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા કિરીટ જોશીને તાબડતોડ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડાયા હતા. જો કે, ત્યાં ટૂંકી સારવારના અંતે તેનું મોત નિપજ્યુ હતું. કિરીટ જોશીની હત્યાનો બનાવ સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે સીસીટીવી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી  હતી. અંતે આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી છે.

Related posts

પ્રેમલગ્ન કરેલા યુવકની બહેનને યુવતીના ભાઈ સાથે થઈ ગઈ આંખ મિચોલી, પિતાજીનું કરી લીધું અપહરણ

Mayur

એન્જિનિયરિંગ કર્યા બાદ પણ ૩ વર્ષ સુધી નોકરી નહીં મળતા યુવકનો આપઘાત

Mayur

ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે હોલટિકિટ ખોવાય જાય તો પણ નહીં આવે વાંધો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!