GSTV
India News Trending

મકાન માલિક અને ભાડૂઆતના હિતોની રક્ષા કરવા માટે સરકાર લાવશે કાયદો, જાણો ક્યા હશે નિયમો

કેન્દ્ર સરકાર વહેલી તકે એક નવો કાયદો લઇને આવી રહી છે. જે અંતર્ગત મકાન માલિક અને ભાડૂઆતના હિતોની રક્ષા કરવામાં આવશે. આ કાયદાનો ડ્રાફ્ટ બનીને તૈયાર થઇ ગયો છે. જેની માટે સામાન્ય લોકો પાસેથી પણ સૂચનો માંગવામાં આવ્યા છે. ડ્રાફ્ટ અંતર્ગત મકાન માલિક ભાડાની મર્યાદા દરમિયાન પોતાની મરજીથી ભાડૂ વધારી શકશે નહીં. દેશભરમાં મકાન અને ભાડૂઆતની વચ્ચે વિવાદો વધી રહ્યા છે. આ વિવાદોમાં ઘટાડો કરવા માટે સરકાર કાયદો લાવી રહી છે.  આ વાતનું એલાન ખુદ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પાંચ જુલાઇએ પોતાના બજેટ ભાષણમાં કર્યું હતુ.

ભાડૂઆત માટેના હકો ક્યા રાખવામાં આવશે

આ ડ્રાફ્ટમાં ભાડુઆત ઘર લેવા પર બે મહિના કરતા વધુની સિક્યુરિટી એડવાંસ લઈ શકશે નહિં. આ સિવાય મકાન માલિક ભાડુ વધારતા પહેલા ત્રણ મહિના અગાઉ નોટિસ આપવી પડશે. વિવાદ થવા પર વિજળી, પાણી જેવી જરૂરી સુવિધાઓ બંધ કરી શકશે નહીં.

મકાન માલિકોના આ હિતો શામેલ થશે

આ ડ્રાફ્ટમાં ભાડુઆત સિવાય મકાન માલિકના હિતોનો પણ સમાવેશ થાય છે. જો કોઈ ભાડુઆત નક્કિ કરેલા સમય કરતા વધુ સમય મકાનમાં રહે તો તેણે પહેલા બે મહિના માટે બે ગણુ ભાડુ આપવુ પડશે. બે મહિના કરતા વધુ સમય રહે તો ચાર ગણુ ભાડુ આપવુ પડશે.

બનશે રેરા જેવી ઓથોરિટી

ડ્રાફ્ટ કાયદામાં રેરા જેવી ઓથોરીટી બનાવવાની વાત પણ કહી છે. આ ઓથોરિટી ભાડા સંબંધીત વિવાદોનો ઉકેલ લાવવામાં આવશે. બંને પક્ષોએ ભાડા કરાર બનાવવો ફરજીયાત રહેશે જેમા માસિક ભાડુ, સમયગાળો, બિલની ભરપાઈ વગેરે બાબતોનો સમાવેશ થશે. ભાડુઆત જો સતત બે મહિનાનુ ભાડુ નથી આપતો તો મકાન માલિક ઓથોરિટીનો સંપર્ક કરાવી શકે છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ

Zainul Ansari

ઘઉંનો પાક ઘટવા છતાં ખાદ્યાન્નનું વિક્રમી 31.45 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા

GSTV Web Desk

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk
GSTV