GSTV
Home » News » કાયદા મંત્રાલય ફક્ત પોસ્ટ ઓફિસ નથી: રવિશંકર પ્રસાદ

કાયદા મંત્રાલય ફક્ત પોસ્ટ ઓફિસ નથી: રવિશંકર પ્રસાદ

૧૯૯૦નો દાયકો હતો જ્યારે પોસ્ટ ઓફિસ અને પોસ્ટમેન સામાન્ય માનવીના જીવનનું અભિન્ન અંગ હતા. ઇનલેન્ડ લેટર, પોસ્ટ કાર્ડ, ટેલિગ્રામ દ્વારા આનંદ, દુ:ખ, ખુશી અને તકલીફો વ્યક્ત થતા હતા. કમ્યુનિકેશનના મોરચે વધારે આધુનિક સાધનો જેવા કે મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ આધારિત સોશિયલ મીડિયા વગેરેના આગમને પોસ્ટ ઓફિસ અને લેટર રાઇટિંગનો મૃત્યુઘંટ વગાડી દીધો છે.

ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર સત્તા પર આવ્યા પછી ફરીથી શરૂ થયેલા રાજકારણે પોસ્ટઓફિસને શ્વાસ લેતી કરી દીધી છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી સામે જય શ્રી રામનો સૂ્રોચ્ચાર કર્યા પછી રાજ્યના ભાજપના કાર્યકરોએ જય શ્રીરામ લખેલા હજારો પોસ્ટ કાર્ડ તેમને મોકલવા માંડ્યા છે. તેથી તે વિચારવુ અઘરુ છે કે આ પોસ્ટની આવક વધારવાનું રાજકીય પગલું છે, કે પછી વાસ્તવિક ધોરણે ખેલાતુ રાજકારણ છે.

વાસ્તવમાં આ બાબત પ્રકાશમાં આવવાનું કારણ રવિ શંકર પ્રસાદે કાયદો અને કાયદા મંત્રાલયનો ચાર્જ સંભાળતા કરેલી ટિપ્પણી છે. ન્યાયાધીશોની નિમણૂક અંગે તેમણે જણાવ્યું હતું કે તેઓ કાયદા પ્રધાન છે, પોસ્ટ ઓફિસ માસ્ટર નથી. કાયદા પ્રધાન અને કાયદા મંત્રાલય કોલેજિયમ સિસ્ટમને સન્માન આપતા હિસ્સેદાર તરીકેની ભૂમિકા ભજવશે. કાયદા પ્રધાન તરીકે મારે તે ધ્યાનમાં રાખવાનું રહેશે કે મારો વિભાગ ફક્ત પોસ્ટ ઓફિસ બનીને ન રહે. અમે અમારા હિસ્સા અંગે સુપ્રીમ કોર્ટની સલાહમસલત કરવાનું જારી રાખુ શે અને હાઇકોર્ટની નિમણૂકો અંગે ચર્ચા કરીશું.

READ ALSO

Related posts

અફઘાન સેનાની “એરસ્ટ્રાઈક”, બોમ્બથી ઉડાવ્યા 28 તાલિબાની આતંકીઓ

Mansi Patel

ટેક ઓફ પહેલા પ્લેનની વિંગ પર ચઢીને યુવકે મચાવ્યું દંગલ, મચી ગઈ અફડા-તફડી

Path Shah

Twitter જણાવશે આખરે કેમ દેખાય છે This Tweet is unavailableનો મેસેજ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!