લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવવા પર રાજકીય માહોલ ગરમ છે. એક તરફ તમામ રાજ્ય સરકારો કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે તો ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ચીફ અસદુદ્દીન ઓવૈસીએ તેને બંધારણની ભાવનાની વિરુદ્ધ ગણાવ્યો છે. ઓવૌસીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યુ કે, ઓવૈસી જેવા લોકોના વિચાર ભારતને ખંડિત કરવાના છે. તેમણે સામાજિક સમરસતા માટે લવ જેહાદ કાયદાને જરૂરી ગણાવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેટલાક લોકો ઇરાદાપૂર્વક દેશમાં સામાજિક સમરસતાને તોડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આવી ઘટનાઓ દરરોજ દરેક જગ્યાએ થઈ રહી છે.
READ ALSO

- ચીનમાં ફરીથી ઝડપથી વધી રહ્યો છે કોરોના વાયરસ, અનેક રાજ્યોમાં લાગૂ કરાયું લોકડાઉન
- ભરૂચમાં દબાણ હટાવો ઝુંબેશનો લારીધારકોએ કર્યો ઉગ્ર વિરોધ, વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ કરી
- પાટણ/ ગૌચરનો માંગ સાથે પશુપાલકોનો ઉગ્ર દેખાવો, કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
- દિલ્હી રિંગ રોડ ટ્રેક્ટર રેલી કાઢવા ખેડૂતો મક્કમ, પોલીસે આપ્યો KMP એક્સપ્રેસ-વેનો વિકલ્પ
- આર્મીમાં ઓફિસર બનવાની ઉત્તમ તક : આ વેબસાઈટ પર 1 જાન્યુઆરીથી લોકો કરી રહ્યાં છે એપ્લાય, તમે ના ભૂલતા