GSTV
Home » News » ગજબ! જૂના TVના બદલે ઘરે લઇ જાઓ આ ધાકડ સ્માર્ટફોન, જબરદસ્ત છે ફીચર્સ

ગજબ! જૂના TVના બદલે ઘરે લઇ જાઓ આ ધાકડ સ્માર્ટફોન, જબરદસ્ત છે ફીચર્સ

મોબાઇલ ફોન બનાવતી કંપની લાવા ઇન્ટરનેશનલે પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Z62ને લૉન્ચ કરવાની ઘોષણા કરી દીધી છે. સાથે જ લાવાએ ‘થ્રો યોર ટીવી અવે’ નામની એક નવી ઑફર પણ રજૂ કરી છે. આ ઑફર અંતર્ગત જૂના સીઆરટી ટીવી એક્સચેન્જ કરવા પર ગ્રાહકોને લાવા Z62 સ્માર્ટફોન ફ્રીમાં જીતવાની તક મળશે.

ફોન માટે રજીસ્ટ્રેશન 18 જૂન સવારે 10 વાગ્યાથી શરૂ થસે અને વહેલા તે પહેલાના ધોરણે ફોન મળશે. વિજેતાઓને રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા જાણકારી આપવામાં આવશે. લાવા Z62માં 6 ઇંચની 2.5D કર્વ્ડ ગ્લાસ સાથએ ફુલ વ્યૂ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમાં ડેડિકેટેડ ગૂગલ આસિસ્ટન્ટનું ફીચર મળશે.

સાથે જ તેમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા સાથે 3,380mAhની બેટરી મળશે. ફ્રન્ટમાં એલઇડી ફ્લેશ સાથે 5 મેગાપિક્સલનો કેમેરા સેંસર મળશે. ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ સાથે 2.0GHz મીડિયાટેક હિલિયો A22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં આર્ટિફિશિયલ ફોટો સ્ટુડિયો અને પ્રોફેશનલ મોડ મળશે. સાથે જ ફેસ અનલોક ફિચર પણ મળશે.

ફોનમાં 2જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજનો ઓપ્શન મળશે. જેને 256 જીબી સુધી વધારી શકાય છે. સાથે જ લાવા Z62ની કિંમતની વાત કરીએ તો તેની કિંમત 6,060 રૂપિયા રાખવામાં આવી છે. આ હેન્ડસેટ હકીકતમાં લાવા Z61નું નેક્સ્ટ જનરેશન છે જેને ગત વર્ષે જુલાઇમાં લૉન્ચ કરી હતી.

Read Also

Related posts

કોંગ્રેસને મોટો ફટકો આ કદાવર નેતા જોડાયા ભાજપમાં

Mayur

માંડ-માંડ બચ્યું 153 મુસાફરો સાથેનું વિસ્તારા વિમાન, માત્ર 10 મિનિટ ચાલે એટલું જ ઈંધણ હતું અંદર

NIsha Patel

6 વર્ષની માસૂમ બની હેવાનિયતનો ભોગ, નરાધમે એવી હાલત કરી કે શરીરના એક-એક અંગ પર લેવા પડ્યા ટાંકા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!