GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

LAVA આપી રહ્યું છે ફોન બનાવવાનો મોકો, મળશે હજારોના કેશ પ્રાઈઝ સાથે જ આ ખાસ લાભ! આ રીતે કરો રજીસ્ટ્રેશન

LAVA

શું તમારા મનમાં હંમેશાથી સ્માર્ટફોન બનાવવાની ઈચ્છા હતી? ક્યારેય એવું વિચાર્યું કે જો મે સ્માર્ટફોન બનાવ્યો હોત તો તેમાં આટલા આટલા ફિચર્સ તો જરૂરથી રાખત. તો હવે તમારી પાસે પોતાની પસંદગીથી અને ક્રિએટીવિટીથી ફોનને ડિઝાઇન કરવાની તક છે. ભારતીય સ્માર્ટફોન બ્રાન્ડ લાવા (LAVA) ભારતના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને કંપનીનો આવનારો સ્માર્ટફોન ડિઝાઇન કરવાની તક આપી રહી છે. બ્રાન્ડે દેશભરના ટેક સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સને આમંત્રિત કર્યા છે.

LAVA

લાવા દ્વારા જાહેર કરાયેલ ‘Design In India’  સ્પર્ધામાં B.Tech, B.E, B. Des  અને M.Des જેવા એન્જિનિયરિંગ અભ્યાસક્રમો સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ ભાગ લઈ શકે છે. જે પણ કંપની માટે ફોન ડિઝાઇન કરવા માંગે છે તેને 1 થી 3ના જૂથમાં ભાગ લેવાની તક મળશે. સારી વાત એ છે કે ફોન બનાવવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન લાવાની ડિઝાઇન ટીમ પણ તેનું નિરીક્ષણ કરશે.

શરૂ થઈ ગયુ રજીસ્ટ્રેશન

લાવાએ આ હરીફાઈ માટે રજીસ્ટ્રેશન ઓપન કરી લીધુ છે અને તેમાં 2 જુલાઈથી 9 જુલાઈ, 2020 સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. ટોપ વિજેતા ટીમોને લાવામાં પ્રી પ્લેસમેન્ટ ઇન્ટરવ્યૂની તક મળી રહેશે સાથે જ 50 હજાર રૂપિયા, 25 હજાર રૂપિયા અને 15 હજાર રૂપિયા સુધીનું કેશ પ્રાઈઝ પણ મળશે.  તેની જજમેન્ટ પેનલને લાવા ઇન્ટરનેશનલના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર સંજીવ અગ્રવાલ લીડ કરશે.

LAVA

ત્રણ ભાગોમાં હરીફાઈ

કંપની આઈડિએશન, પ્રોટોટાઈપ તૈયાર કરવા અને પ્રેઝેન્ટેશન આ ત્રણ અલગ અલગ પાર્ટ્સ પર કોન્ટેસ્ટ કરશે. અગ્રવાલ જણાવે છે કે, ‘આ સ્પર્ધા છેલ્લા ઘણા સમયથી અમારી બ્રાન્ડની તાકાત છે. આનાથી લાવાને અમારા ગ્રાહકોને ફોનમાં શું જોઈએ છે તે સમજવામાં મદદ મળે છે સાથે જ અનન્ય વિચારો અને સૂચનોથી જોડાયેલા ફોન્સને લોંચ કરવા માટેનો આધાર પણ મળે છે. ‘

Read Also

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!