GSTV

તંત્રની ખુલી ગઇ પોલ: અમદાવાદમાં કોરોનાની સ્થિતિ જોઇ કેન્દ્રના સંયુકત સચિવે અધિકારીઓને ખખડાવી નાંખ્યા

કોરોના

Last Updated on June 27, 2020 by Bansari

અમદાવાદમાં કોરોના મહામારી બાદ સ્થિતિનો તાગ મેળવવા આવી પહોંચેલી કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ સામે મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફીસર સહીત અન્યોની પોલ ખુલી ગઈ હતી.સંયુકત સચિવ લવ અગ્રવાલ દ્વારા પુછવામાં આવેલા સામાન્ય સવાલોના પણ સંતોષકારક જવાબ મ્યુનિ.અધિકારીઓ આપી ન શકતા મ્યુનિ.ના અધિકારીઓનો જાહેરમાં ઉધડો લઈ નાંખ્યો હતો.પાછળથી મીડીયાને દુર કરવામાં આવ્યા હતા.

મળતી માહીતી અનુસાર,અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની પરિસ્થતિ વિશે જાણવા કેન્દ્રના આરોગ્ય વિભાગની ટીમ આવી પહોંચી હતી.ટીમની આગેવાની કેન્દ્રના સંયુકત સચિવ લવ અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી.ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી.ગોતામાં વસંતનગર ટાઉનશીપ ઉપરાંત ઘાટલોડિયા વિસ્તારમાં લક્ષ્મણગઢના ટેકરા સહીતના વિસ્તારોની મુલાકાત ટીમે લીધી હતી.દરમિયાન ટીમ દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં પહોંચી હતી.

આ વિસ્તારમાં મ્યુનિ.દ્વારા માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં આવેલા વિસ્તારમાં પહોંચતા સંયુકત સચિવ લવ અગ્રવાલે મ્યુનિ.ના આરોગ્ય અધિકારી સહીત હાજર અધિકારીઓને પુછયુ,આ વિસ્તારમાં પહેલો કેસ કઈ તારીખે નોંધાયો હતો?આ સવાલનો જવાબ મ્યુનિ.ના આરોગ્ય અધિકારી મોબાઈલમાં શોધી રહ્યા હતા.આ સમયે હાજર અધિકારીઓ દ્વારા અલગ-અલગ તારીખ બતાવવામાં આવતા સંયુકત સચિવ રોષે ભરાયા હતા.

તેમણે કહ્યુ,તમે મારો સમય ખરાબ ન કરો. તમને એ પણ ખબર નથી કે,પહેલો કેસ કઈ તારીખે નોંધાયો હતો?દરમિયાન હાજર પૈકી કોઈએ તારીખ કહેતા ફરી તેમણે કહ્યુ,આટલા કેસ નોંધાયા પછી પણ આ વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર કરવામાં વાર કેમ લાગી? મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફીસર આ સમયે પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.એક સાથે ત્રણ લોકો માહીતી આપવા લાગતા તેમણે કડક શબ્દોમાં કહ્યુ હતુ,કોઈ એક જ મને ડેટા આપો.સમય ન બગાડો.

ધનવંતરી રથમાં સેમ્પલ લેવાય છે? તંત્ર ચકરાવે ચઢયું

શરદી

કેન્દ્રીય આરોગ્ય વિભાગની અમદાવાદ આવી પહોંચેલી ટીમ સમક્ષ ધનવંતરી રથની કામગીરી રજુ કરાતા સંયુકત સચિવે તેની શું કામગીરી છે તે વિશે જાણવા ઉત્સુકતા દર્શાવી હતી.આ સમયે હાજર મ્યુનિ.ના અધિકારીઓએ કોરોના સંક્રમણ સામે લક્ષણ ધરાવતા લોકોને આ રથ દ્વારા આયુર્વેદીક દવા તપાસ બાદ આપવામાં આવતી હોવાની માહીતી આપતા તેમણે તરત પુછયુ,આ રથમાં સેમ્પલ લેવામાં આવે છે? અધિકારીઓએ કહ્યુ,સેમ્પલ બીજે લેવાય છે.આ જવાબથી પણ તેમણે નારાજગી વ્યકત કરી હતી.

અસારવા સિવિલની મુલાકાત ન લેતા આશ્ચર્ય

અમદાવાદ આવેલી કેન્દ્રની આરોગ્ય ટીમ દ્વારા અમદાવાદમાં જયાં કોવિડના સૌથી વધુ પેશન્ટોના મોત થયા છે એવી અસારવા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાનું ટાળતા આશ્ચર્ય ફેલાયુ હતુ.મળતી માહીતી મુજબ,કેન્દ્રની ટીમ તેના અમદાવાદ પ્રવાસ દરમિયાન અસારવા સિવિલ હોસ્પિટલ પાસેથી પસાર થઈ હતી આમ છતાં અસારવા સિવિલની મુલાકાત લેવાનું ટાળવામાં આવ્યુ હતુ. ઉપરાંત મ્યુનિ.ની એસ.વી.પી. હોસ્પિટલની મુલાકાત પણ લેવાઈ ન હતી.

ખાનગી હોસ્પિટલની મુલાકાત બાદ નારાજગી

કેન્દ્રની ટીમ મીઠાખળી વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલની મુલાકાતે પહોંચી હતી.આ હોસ્પિટલની મુલાકાત બાદ ફરી એકવખત મ્યુનિ.અધિકારીઓ સમક્ષ કેન્દ્રના સંયુકત સચિવે નારાજગી વ્યકત કરતા કહ્યુ,તમે એમ કહો છો,મ્યુનિ.એ ખાનગી હોસ્પિટલો સાથે એમ.ઓ.યુ.કર્યા છે પણ અહીં તો મોટી રકમનો ખર્ચ કર્યા પછી પણ જે પ્રમાણે કોવિડના પેશન્ટને સારવાર મળવી જોઈએ એ તો મળતી નથી.

Read Also

Related posts

ડીસાના ટેકરા ભીલવાસમાં યુવક પર શખ્સે કર્યુ ફાયરિંગ, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો આરોપીને

Vishvesh Dave

કોરોનાના સંક્રમણ વધતા જેટકો પરીક્ષા મોકૂફ, સરકારનો વધુ એક કડક નિર્ણય

GSTV Web Desk

આવતીકાલે ખોડલધામ મંદિરનો ઉજવાશે પંચવર્ષીય પાટોત્સવ, પાટોત્સવની તૈયારીઓને અપાયો આખરી ઓપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!