GSTV

આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ આવ્યા કોરોનાની ઝપેટમાં

દેશમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. દેશમાં કોરોનાનો આંક 25 લાખને પાર થઈ ગયો છે.આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગેની માહિતી તેમણે ટ્વીટ કરીને આપી છે. નોંધનિય છે કે આજે જ ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

દેશમાં કોરોના સંક્રમણનો આંક 25 લાખને પાર

દેશમાં કોરોનાનો આંક ભયાવહ રીતે વધી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણનો આંક 25 લાખને પાર થઈ ગયો છે. દેશમાં છેલ્લા 228 દિવસમાં કોરોનાના કેસ 25 લાખને પાર થયા છે. દેશમાં કોરોના સંક્રમણના પ્રથમ 5 લાખ કેસ થવામાં 179 દિવસનો સમય લાગ્યો હતો. અર્થાત દેશમાં 30 જાન્યુઆરીએ નોંધાયેલા પ્રથમ કેસ બાદ 5 લાખનો આંક પાર થતાં સુધીમાં 26 જૂન સુધીનો સમય લાગ્યો હતો. પરંતુ ધીમે ધીમે જેમ જેમ અનલોક થતું ગયું . કોરોના પણ અનલોક થઈ ગયો. જે પછી વધુ 5 લાખ કેસ 16 જુલાઈ સુધીમાં નોંધાતા ફક્ત 20 દિવસ લાગ્યા હતા. દેશમાં કોરોના સંક્રમણના કેસો 10 લાખથી 15 લાખ થવામાં વધુ 12 દિવસનો જ સમય લાગ્યો હતો.

9 દિવસમાં જ નવા 5 લાખ કેસ થયા

દેશમાં 18 જુલાઈ સુધીમાં દેશમાં 15 લાખ કેસ થયા હતા. આ પછીથી કોરોનાની ગતિ વધુ ઝડપી થતાં ફક્ત 9 દિવસમાં વધુ નવા 5 લાખ કેસ વધ્યા છે. આ પછીના નવા 5 લાખ કેસ થવામાં સમય પણ ઘટીને 8 દિવસ થયો છે. દેશમાં છેલ્લા 17 દિવસમાં જ વધુ નવા 10 લાખ લોકો પોઝીટીવ થઈ ચૂક્યા છે.

દેશમાં દરેક 5 લાખ કેસ વધતાં લાગેલો સમય

તારીખકુલ કેસ કુલ મોત કુલ દિવસ
26 જૂન50944515689179
16 જુલાઈ10056242559920
28 જુલાઈ15321213423112
6 ઓગસ્ટ2025409416419
14 ઓગસ્ટ 2506247488888

મહારાષ્ટ્રમાં સંક્રમણનો આંક 5.60 લાખને પાર

દેશમાં કોરોના મહામારીના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કેસ 5.60 લાખને પાર થયા છે. તામિલનાડુમાંનવા 5890 કોરોના સંક્રમણના કેસ નોંધાયા બાદ કુલ આંક 3.26 લાખને પાર થયો છે. આંધ્રપ્રદેશમાં સૌથી વધુ કોરોના સંક્રમણના નવા કેસ વધી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં વધુ 8943 નવા કેસ સાથે કુલ આંક 2.73 લાખને પાર થયો છે. કર્ણાટકમાં પણ સંક્રમણનો આંક 2 લાખને પાર થયો છે. દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસો 1.50 લાખને પાર થયા છે. ઉત્તર પ્રદેશમાં પણ વધુ 4512 નવા કેસ બાદ કુલ આંક 1.45 લાખને પાર થયો છે.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 6.65 લાખથી વધુ

દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પણ 6.65 લાખને પાર થઈ છે. જ્યારે દેશમાં 17.79 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. દેશમાં કોરોનાને કારણે મોતની સંખ્યા પણ 48517ને પાર થઈ ગઈ છે. દેશમાં કોરોના સંક્રમણ અટકાવવા ટેસ્ટિંગની સંખ્યા પણ 2.77 કરોડને પાર થયો છે. વિશ્વમાં કોરોના સંક્રમણના કેસોમાં ભારત ત્રીજા સ્થાને છે.

READ ALSO

Related posts

રાજ્યસભામાં તોડફોડ વચ્ચે ખેડૂત બિલો પાસ, કોરોનાના કેર વચ્ચે સાંસદ સમરાંગણમાં ફેરવાઈ

pratik shah

રાજ્યસભામાં નિયમો તૂટશે તો કાલે પણ માઈક તોડીશ : સાંસદની ચીમકી

Bansari

ભાજપ અને કોંગ્રેસના આ ધારાસભ્યોને વિધાનસભામાં નહીં મળે પ્રવેશ, કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!