GSTV
Gujarat Government Advertisement

જગતનો સૌથી શક્તિશાળી કેમેરો ધરાવતો ઉપગ્રહ કાર્ટોસેટ-3 લૉન્ચ!

Last Updated on November 28, 2019 by Mayur

ઈસરોએ આજે અર્થ ઑબ્ઝર્વેશન પ્રકારનો સેટેલાઈટ ‘કાર્ટોસેટ-૩’ લૉન્ચ કર્યો હતો. ઈસરોના શ્રીહરિકોટા ખાતે આવેલા લૉન્ચિંગ સેન્ટરથી સવારે ૯:૨૮ કલાકે ઉપગ્રહ પીએસએલવી રોકેટમાં સવાર થઈને ભ્રમણકક્ષામાં રવાના કરાયો હતો. લૉન્ચિંગની ૧૭ મિનિટ ૩૮ સેકન્ડ પછી ઉપગ્રહ ૫૦૯ કિલોમીટર ઊંચી નિર્ધારિત ભ્રમમકક્ષામાં ગોઠવાયો હતો. આ ઉપગ્રહની સૌથી મોટી વિશેષતા તેમાં ફીટ થયેલો કેમેરા છે. આ કેમેરા ૨૫ સેન્ટિમિટરનું રિઝોલ્યુશન ધરાવે છે. એટલે કે જમીન પર રહેલી ૨૫ સેન્ટિમિટર સુધીની ચીજનો ફોટો ૫૦૯ કિલોમીટર ઊંચી કક્ષામાંથી લઈ શકે છે.

અમેરિકી ઉપગ્રહને બીજા ક્રમે ધકેલ્યો

ભારતના ઉપગ્રહ ઉપરાંત આજે ‘પીએસએલવી-સી-૪૭’ રોકેટ સાથે અમેરિકાના ૧૩ નેનો સેટેલાઈટ પણ હતા. એ બધાને પણ સફળતાપૂર્વક લૉન્ચ કરી દેવાયા હતા. કાર્ટોસેટ સિરિઝનો આ નવમો ઉપગ્રહ અર્થ ઑબ્ઝર્વેશન માટેનો છે, એટલે તેનો ઉપયોગ નકશા, અર્બન પ્લાનિંગ, સમુદ્ર કાંઠાનો વિસ્તાર, સરહદી વિસ્તાર વગેરેનું અવલોકન કરી શકાશે અને સતત નજર રાખી શકાશે. વિકાસ કાર્યો ઉપરાંત આ ઉપગ્રહ સરહદી સુરક્ષા માટે મહત્ત્વનો સાબિત થશે. અમેરિકન ઉપગ્રહ ‘વર્લ્ડવ્યુ-૩’નો કેમેરા અત્યાર સુધી સૌથી શક્તિશાળી હતો. તેનું રિઝોલ્યુશન ૩૧ સેન્ટિમીટર સુધીનું છે.

સૌથી પડકારજનક ઉપગ્રહ

ઈસરોએ જણાવ્યું હતુ કે કક્ષામાં સફળતાપૂર્વક ગોઠવાયા પછી હવે એ ઉપગ્રહ બેંગાલુરુ ખાતે આવેલા ઈસરોના કમાન્ડ નેટવર્ક સાથે સંપર્કમાં છે. ઈસરોએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે અત્યાર સુધી બનાવેલા બધા ઉપગ્રહોમાં કાર્ટોસેટ-૩ સૌથી વધુ પડકારજનક હતો. આ ઉપગ્રહનુ આયુષ્ય પાંચ વર્ષનું છે. ઈસરોના ચેરમેન કે.સિવાને જણાવ્યું હતું કે અર્બનપ્લાનિંગ તથા અન્ય કામગીરી માટે આ પ્રકારની ઈમેજીસ આપી શકે એવા ઉપગ્રહની ડિમાન્ડ વધી રહી છે. કાર્ટોસેટ-૩ એ ડિમાન્ડને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. આ સિરિઝના આગળના આઠેય ઉપગ્રહો કરતા આ વજનમાં બમણો છે. તેનું વજન ૧૬૨૫ કિલોગ્રામ છે.

લશ્કરી ઉપયોગ થશે?

ભવિષ્યના લશ્કરી મિશનો માટે પણ આ ઉપગ્રહ ઉપયોગમાં આવી શકે એમ છે. આ અંગે ઈસરોએ સત્તાવાર રીતે કશું કહ્યું નથી. પરંતુ સરકાર આવા શક્તિશાળી ઉપગ્રહનો ઉપયોગ સરહદ પારની આતંકી છાવણીઓ, સરહદે થતી ઘૂસણખોરી વગેરે પર નજર રાખવા કરી શકે છે. અત્યારની સરકારી નીતિ પ્રમાણે ૧ મિટરથી ઓછુ રિઝોલ્યુશન હોય એવી સેટેલાઈટ તસવીરો માત્ર સરકારના કબજામાં રહે છે, સામાન્ય વ્યક્તિઓને એ તસવીરો મળી શકતી નથી.

પરદેશી ઉપગ્રહ લૉન્ચિંગની ત્રેવડી સદી

ઈસરોએ આજના ૧૩ પરદેશી ઉપગ્રહોના લૉન્ચિંગ સાથે પરદેશી સેટેલાઈટ લૉન્ચિંગની ત્રેવડી સદી નોંધાવી હતી. ઈસરોએ હવે કુલ ૩૧૦ પરદેશી સેટેલાઈટ લૉન્ચ કર્યા છે. બરાબર ૨૦ વર્ષ પહેલા ૧૯૯૯માં ઈસરોએ પ્રથમ પરદેશી ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો. એ ઉપગ્રહ જર્મનીનો હતો. ત્યારથી આજ સુધીમાં વિવિધ દેશોના ઉપગ્રહો ભારતે સફળતાપૂર્વક લૉન્ચ કરી દેખાડયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ: ગંગા નદી પરનો તટબંધ તૂટ્યો, અનેક ગામ થયા પાણીમાં ગરકાવ

Pritesh Mehta

મધ્યપ્રદેશના આ જિલ્લામાં કોરોના કહેર, નવો ડેલ્ટા પ્લસ વેરિએન્ટ મચાવી રહ્યો છે હાહાકાર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!