GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

35 સેન્ટિમિટર સુધીની તસવીર લઈ શકતા લશ્કરી ઉપગ્રહ RISAT-2BR1નું લૉન્ચિંગ

ઈસરોએ આજે લેટેસ્ટ ઉપગ્રહ  RISAT-2BR1 લૉન્ચ કર્યો હતો. રાઈસેટ-૨ અર્થ ઑબ્ઝર્વેશ પ્રકારનો ઉપગ્રહ છે. એ માટે તેમાં સિન્થેટિક એપેર્ચર રેડાર (એસએઆર) ફીટ થયેલું છે. તેનો અર્થ એવો થાય કે આ ઉપગ્રહ આકાશમાંથી વાદળો કે વાતાવરણના અવરોધો વચ્ચે પણ પૃથ્વીની તસવીરો લઈ શકશે. ઉપગ્રહ એ કામ રાતના અંધારામાં પણ કરી શકશે. આ ઉપગ્રહ બે પિક્સેલ વચ્ચે ૩૫ સેન્ટિમિટરનું અંતર હોય એવી તસવીર લઈ શકશે. એટલે એમ કહી શકાય કે જમીન પર રહેલી ૩૫ સેન્ટિમિટરની ચીજ પણ ઉપગ્રહની નજરથી બચી શકશે નહીં.એટલે જરૂર પડયે આ ઉપગ્રહનો સંરક્ષણ અને લશ્કરી હેતુ માટે ઉપયોગ થઈ શકશે.

ઈસરોએ આજે શ્રીહરિકોટા લૉન્ચિંગ મથકેથી બપોરે ૩:૨૫ કલાકે પીએસએલવી રોકેટ દ્વારા આ લૉન્ચિંગ કર્યું હતું. ભારતના રાઈસેટ ઉપરાંત અન્ય દેશોના કુલ નવ ઉપગ્રહો સાથે હતા. એ રીતે કુલ દસ ઉપગ્રહોનું લૉન્ચિંગ થયું હતુ. અન્ય દેશોમાં અમેરિકાના ૬ તથા જાપાન, ઈટાલિ, ઈઝરાયેલના ૧-૧ ઉપગ્રહો હતા.

આ સાથે ઈસરો દ્વારા લૉન્ચ થયેલા પરદેશી ઉપગ્રહોની સંખ્યા પણ વધીને ૩૧૦ થઈ હતી. શ્રીહરિકોટા મથક ખાતેથી થયેલું આ ૭૫મું લૉન્ચિંગ હતુ, જ્યારે સફળ રોકેટ પોલાર સેટેલાઈટ લૉન્ચ વ્હિકલની ૫૦મી ઉડાન હતી. ઈસરો માટે આ બન્ને સફળતા નોંધપાત્ર હતી.

રાઈસેટનું વજન ૬૨૮ કિલોગ્રામ છે અને તેને ૫૭૬ કિલોમીટર ઊંચી લૉ અર્થ ઓરબિટમાં ગોઠવવામાં આવ્યો છે. ત્યાં તે પાંચ વર્ષ સુધી કામ કરશે. લૉન્ચિંગની ૧૬ મિનિટ પછી પ્રથમ ઉપગ્રહ રાઈસેટ અને ૨૧ મિનિટ પછી છેલ્લો ઉપગ્રહ રોકેટથી અલગ થઈ તેની નિર્ધારિત કક્ષામાં ગોઠવાઈ ગયો હતો. સત્તાવાર રીતે તો આ ઉપગ્રહનું કામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વખતે તસવીરો પુરી પાડવાનું, ધરતીનું માપન કરવાનું વગેરે છે. પરંતુ તેની સુવિધા એવી છે કે એ લશ્કરી પ્રવૃત્તિ માટે વધુ ઉપયોગી થઈ શકે એમ છે. માટે ટેકનોલોજિના જાણકારો તેને મિલિટરી સેટેલાઈટ તરીકે ઓળખાવે છે.

READ ALSO


Related posts

નગ્ન થઈને લાઈવ ચેટ કર, યુવતીએ વિદ્યાર્થી સાથે એવું કંઈક કર્યુ કે હાલ થઈ ગયા બેહાલ

Arohi

મેયર બીજલ પટેલે માસ્ક ન પહેરતા શહેરીજનોએ ઉઠાવ્યા સવાલ, શું AMC કાર્યવાહી કરશે કે નહીં

pratik shah

દેશમાં લોકડાઉન 5.0 કેવું રહેશે ? વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિતશાહ વચ્ચે હાઈલેવલની બેઠક, થઈ આ ચર્ચા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!