GSTV
Home » News » 15 જુલાઈએ ચંદ્રયાન મિશન-2ની લોન્ચિંગ, ભારત ચંદ્ર પર પહોંચનારો દુનિયાનો ચોથો દેશ બનશે

15 જુલાઈએ ચંદ્રયાન મિશન-2ની લોન્ચિંગ, ભારત ચંદ્ર પર પહોંચનારો દુનિયાનો ચોથો દેશ બનશે

ઈસરોએ ચંદ્રયાન મિશન-2ની લોન્ચિંગ 15 જુલાઈએ કરવાની જાહેરાત કરી છે. આ મિશનની સફળતાની સાથે જ ભારત ચંદ્ર પર પહોંચનારો દુનિયાનો ચોથો દેશ બની જશે. જીએસએલવી એમકે-3 ચંદ્રયાન-2ને લઈ રવાના થશે. શ્રીહરિકોટાથી C જુલાઈએ લોન્ચ કરાશે.. જેનું વજન 3.8 ટન છે. આ વખતે ચંદ્રયાનની સાથે એક ઓર્બિટર, એક લૈંડર અને એક રોવર પણ હશે.

એક વખત જ્યારે જીએસએલવી જિયો ટ્રાન્સફર ઓર્બિટમાં પહોંચી જશે ત્યારે તે ચંદ્રયાનને 170 કિલોમીટર બાય 20 હજાર કિલોમીટરમાં સ્થાપિત કરશે. ત્યાર બાદ ચંદ્રયાન ચંદ્રમાની કક્ષા તરફ જશે. લગભગ 20 થી 21 દિવસમાં 3 લાખ 84 હજાર કિલોમીટરની યાત્રા બાદ ચંદ્રયાન ચંદ્રની કક્ષામાં પહોંચશે. ચંદ્રની કક્ષામાં યાન પહોંચ્યા બાદ વિક્મ નામનું લૈંડર કક્ષાથી અલગ થઈ જશે. જોકે ઓર્બિટર ચંદ્રની સપાટીથી 100 કિલોમિટર દૂરી પર ચક્કર લાગવતું રહેશે.

6 સપ્ટેમ્બરે વિક્રમ લૈંડર ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેંડિંગ કરશે. વિક્રમની સાથે નાસાનું પેલોડ ધરતી અને ચંદ્રમા વચ્ચેનું અંતર માપશે. આ ઉપરાંત લૈંડરના સટીક લોકેશન પણ મેળવી શકાશે. 8 પેલોડ્સની મદદથી ઓર્બિટર ચંદ્રની થ્રીડી મેપિંગ કરશે. આ ઉપરાંત સોલર એક્સ-રેનું પણ વિશ્લેષણ કરાશે. ચંદ્રની બહારની સપાટીના અભ્યાસની સાથે અન્ય ચીજ વસ્તુઓની પણ જાણકારી મેળવાશે. ચંદ્રયાનને લઈ જનારું જીએસએલવી એમકે-3 વ્હીકલને બાહુબલી પણ કહેવાય છે. કેમકે તે 4 ટનનું ભારે વજન લઈને રવાના થવાનું છે.

READ ALSO

Related posts

આ રાજ્યમાં સાંબેલાધાર વરસાદ, કેનાલમાં ફસાયેલી બે વ્યક્તિઓનું કરાયું રેસ્કયું

Path Shah

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને નહી, આ દેશને આપી ગંભીર ચેતવણી

Path Shah

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!