GSTV
News Trending World

મહિલાનો હાથ ટૂટવા પર બેશરમીથી હસવું પોલીસ કર્મીને ભારે પડી ગયું, કોર્ટે આપી એવી સજા કે વિચારતા રહી જશો

અમેરિકાના કોલોરાડોમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હકિકતમાં અહીંની કોર્ટે એક મહિલા પોલીસકર્મીને સજા ફટકારી છે કારણ કે જ્યારે તેનો સાથી પોલીસ એક વૃદ્ધ મહિલા સાથે ગેરવર્તન કરી રહ્યો હતો ત્યારે તે ઊભી ઊભી હસી રહી હતી. આ ઘટનામાં વૃદ્ધ મહિલાના હાથનું હાડકું તૂટી ગયું હતું. આરોપી મહિલા પોલીસકર્મીએ આ ઘટના દરમિયાન વૃદ્ધ મહિલાને બચાવી ન હતી, પરંતુ તેના સાથી પોલીસકર્મીના કરતૂત ઉપર હસતી રહી હતી. જણાવી દઈએ કે જજે 12 મિનિટના ફૂટેજ જોયા અને પછી મહિલા પોલીસકર્મીને જેલમાં ધકેલી દેવાની સજા સંભળાવી.

મહિલા પોલીસકર્મીને મળી જેલની સજા

એક અહેવાલ મુજબ કોર્ટે આરોપી મહિલા પોલીસકર્મીને 45 દિવસની જેલની સજા સંભળાવી છે. તમને જણાવી દઈએ કે મહિલા પોલીસકર્મીની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે તેના સાથી પોલીસકર્મીએ તેના માથા પર લગાવી રાખેલો હતો. 28 વર્ષીય પોલીસકર્મી ઓસ્ટીને 73 વર્ષની વૃદ્ધ મહિલા કેરેન ગાર્નર સાથે ગેરવર્તન કરી હતી. આ પોલીસે પહેલા વૃદ્ધ મહિલાના હાથને વાળ્યો અને પછી તેને જમીન પર પછાડી હતી. આ દરમિયાન તે વૃદ્ધ મહિલાનું હાડકું તૂટી ગયું હતું.

વૃદ્ધ મહિલા સાથે કેમ ગેરવર્તણૂંક કરી?

તમને જણાવી દઈએ કે સાથી પોલીસકર્મીની કરતૂત પર હસનારી મહિલા પોલીસકર્મીનું નામ છે દરિયા જલાલી. ઉલ્લેખનીય છે કે દરિયા જલાલીના સાથી પોલીસકર્મીએ વૃદ્ધ મહિલા સાથે ગેરવર્તણૂક કરી હતી કારણ કે તેણીએ કથિત રીતે એક સ્ટોરમાંથી ફૂલો ખરીદી કર્યા પછી તેના પૈસા ચૂકવ્યા વિના નીકળી ગઈ હતી. આ ફૂલોની કિંમત 14 ડોલર કહેતાં લગભગ 1115 રૂપિયા હતી.

પોલીસકર્મીનો વૃદ્ધ મહિલા સાથે દુર્વ્યવહાર

પીડિત વૃદ્ધ મહિલાની પુત્રીએ કહ્યું કે જ્યારે પણ હું ઘટનાના તે ફૂટેજ જોઉં છું ત્યારે મારી આંખોમાંથી આંસુ આવી જાય છે. પોલીસકર્મીઓ ઓસ્ટિન અને દરિયા જલાલીએ મારી માતા સાથે ગેરવર્તન કર્યું હતું. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંનેએ મારી માતા સાથે કેવી રીતે દુર્વ્યવહાર કર્યો છે.

Related posts

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda

શીખ પરિવાર પછી અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીની હત્યા, યુવાનની ઘાતકી હત્યા કર્યા બાદ આરોપીએ જ પોલીસને કોલ કર્યો

pratikshah

દિલ્હીમાં કરોડોની કાંડા ઘડિયાળોની દાણચોરી બદલ એકની ધરપકડ, આરોપીની દુબઇમાં મોંઘી ઘડિયાળોનું શોરૂમ

pratikshah
GSTV