GSTV

હાથરસમાં સમાજવાદી અને આરએલડીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ

Last Updated on October 4, 2020 by Ankita Trada

યુપીના હાથરસમાં મોટી સંખ્યામાં સમાજવાદી પાર્ટીના કાર્યકરો અને આરએલડીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે નાસભાગ મચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિતાના પરિવારને મળ્યા બાદથી રાજનીતિ ગરમાયેલી છે.

પોલીસે લાઠી ચાર્જ કર્યો

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પીડિતાના પરિવારને મળવાના હતા, પરંતુ તે પહેલા સપા કાર્યકરોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડતા પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો. સપા ઉપરાંત આરએલડીના કાર્યકરોના પણ ટોળેટોળા ઉમટી પડતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન પથ્થમારો પણ થયો હતો. સપા અને આરએલડીના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને આખરે પોલીસે તેમને હટાવવાની ફરજ પડી હતી.

પોલીસે તેમને હટાવવાની ફરજ પડી

હાથરસમાં કલમ 144 લાગુ કરાઈ હોવાથી મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. સપા કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને આખરે પોલીસે તેમને હટાવવાની ફરજ પડી હતી. સપાના કાર્યકરોએ કહ્યુ હતુ કે, અણે તો દેશને બચાવવા માટે આવ્યા હતા.અમારી બહેનો અને પુત્રીઓ સાથે થઈ રહેલા અન્યાયને દુર કરવા અને તેમના દુખને ઓછુ કરવા માટે આવ્યા હતા અને પોલીસે અમારા પર દંડા વરસાવ્યા હતા. મહિલાઓને પણ પોલીસે છોડી નથી અને તેમના પર પણ લાઠીચાર્જ કર્યો હતો.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!