નીરવ મોદીને ભારત લાવવા મોદી સરકારે ઉપાડ્યું આ પગલું

nirav modi news

પંજાબ નેશનલ બેંક પાસેથી કરોડો રૂપિયાની લોનની છેતરપિંડીના આરોપી હીરા વેપારી નીરવ મોદીની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવા માટે બ્રિટનના ગૃહપ્રધાને તેને પ્રત્યાર્પણ કરવાની ભારતની વિનંતીને કોર્ટમાં મોકલી ચૂક્યા છે.

મીડિયા રીપોર્ટ મુજબ, પ્રવર્તન નિર્દેશાલય (ઈડી)ના સૂત્રોએ કહ્યું કે તેમણે બે દિવસ પહેલા મામલાને લંડનની એક કોર્ટમાં મોકલવાના બ્રિટેનના ગૃહમંત્રી સાજિદ જાવિદ વિશે સત્તાવાર રૂપથી સૂચન કરવામાં આવ્યું છે. આ પગલું નીરવના પ્રત્યાર્પણની પ્રક્રિયાને આગળ વધારવા અને તેને ભારતમાં કાયદાનો સામનો કરવા માટે પરત આપવા સાથે જોડાયેલા છે. વિદેશ મંત્રાલયે પણ નીરવ મોદીના પ્રત્યાર્પણના મુદ્દા પર પ્રતિક્રિયા આપીને કહ્યું કે બ્રિટન હજી પણ ભારતની વિનંતી પર વિચાર કરી રહ્યું છે.

ઈડી અને સીબીઆઈની એક સંયુક્ત ટીમ બ્રિટન આવશે અને વકીલોને ભારતના પક્ષ અને નીરવની સામે પુરાવા તૈયાર કરાવશે. આ અગાઉ બેંકે છેતરપિંડીના વધુ એક ફરાર આરોપી વિજય માલ્યાના મામલામાં પણ આવુ કર્યુ હતું.

બ્રિટનની એક અખબારના સમાચાર મુજબ, પીએનબી લોન ગોટાળામાં આરોપી નીરવ મોદી લંડનના વેસ્ટ એન્ડમાં 56 કરોડ રૂપિયા (80 લાખ પાઉન્ડ)ના આલીશાન ઘરમાં રહ્યો છે અને નવા હીરા વેપારમાં લાગ્યો છે.

ધ ટેલીગ્રાફના સમાચાર મુજબ, 48 વર્ષીય નીરવ મોદી હાલ ત્રણ કેમેરાના એક ફ્લેટમાં નિવાસ કરી રહ્યો છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં ધ ટેલિગ્રાફનો એક રીપોર્ટર નીરવ મોદી સાથે સવાલ જવાબ કરી રહ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter