GSTV

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

ધોરણ

Last Updated on July 31, 2021 by Pravin Makwana

ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો છે. સ્કૂલો ઓનલાઈન હતી, તે દરમિયાન શાળાનો સમય સવારે કરાયો હતો. જો કે હવે સ્કૂલો ઓફલાઈન થતા શાળાઓને પુનઃ અગાઉના રાબેતા સમય મુજબ શરૂ કરવા પરિપત્ર કરાયો છે. બપોરની સ્કૂલો હવે બપોરે શરૂ કરી શકાશ. અને સવારની સ્કૂલો સવારે શિક્ષણ કાર્ય કરી શકશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર કર્યું

કોરોનાકાળમાં રાજ્ય સરકારે માસ પ્રમોશન આપ્યા બાદ હવે આજે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયું છે. આજે સવારે 8 વાગ્યે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટમાં પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. જોકે આ ઓનલાઈન પરિણામ માત્ર શાળાઓ જ જોઈ શકશે. અને વિદ્યાર્થીઓને શાળામાંથી પરિણામ મળશે. સ્કૂલો પોતાના ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ સાથે લોગીન કરીને જ જોઈ શકશે. અને તેને ડાઉનલોડ કરી શકશે. બાદમાં શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરિણામની નકલ મળશે.ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા 9,455 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત થયો છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ

પરિણામો
  • 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
  • 9,455 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો
  • 5,288 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો
  • 82,010 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો
  • 1,29,781 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો
  • 1,08,299 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ મળ્યો
  • 28,690 વિદ્યાર્થીઓને D ગ્રેડ મળ્યો
  • 5,885 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ મળ્યો
  • 28 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ મળ્યો
This image has an empty alt attribute; its file name is e176999e0d9f4d46bb75fb4b5418f329-0001-791x1024.jpg

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટમાં ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10 ના ગણિતના માર્કસ ધ્યાને લેવા માટે પીટીશન દાખલ થઈ હતી. દાખલ કરવામાં આવેલી આ પીટીશન ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાનો માર્ગ બન્યો મોકળો બન્યો હતો.

CBSE 10th Result

હાઈકોર્ટમાં અરજદારે અરજીમાં રજુઆત કરી હતી કે ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10 નું ગણિત ધ્યાન પર ના લેતા મોટા ભાગના વિધાર્થીઓના માર્કસ અને ટકાવારી ઘટી જશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોમર્સમાં એકાઉન્ટ અને આકડાશાસ્ત્ર વિષય એ ગાણિતીક વિષય છે અને ધોરણ 10 નું ગણિત તેનો પાયો છે. બીજી તરફ GSEB એ કરેલા અર્થઘટન મુજબ ગણિતના ફાવતુ હોય એ જ કોમર્સમાં જાય છે, જે વિધાર્થીઓ માટે અન્યાય કરતા છે ખોટી રીતે માર્ક્સ ગણાશે તો વિદ્યાર્થીઓને ટકાવારીમાં 8 થી 10 ટકાનું નુકસાન થાય એમ છે.

This image has an empty alt attribute; its file name is EXAM-021-1024x683.jpg

ધોરણ-૧૨ કોમર્સના માસ પ્રમોશન દરમિયાન આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ વિષયમાં ધોરણ-૧૦માના ગણિતના માર્ક ગણવા ગુજરાત હાઇકોર્ટમાં થયેલી રિટમાં ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી રજૂઆત કરાઇ હતી કે ૧૨ કોમર્સના પરિણામમાં ધોરણ-૧૦ના ગણિતના માર્ક ન ગણી શકાય. આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટના પરિણામોમાં ધોરણ-૧૦ના સામાજિક વિજ્ઞાન અને ભાષાઓનો માર્ક ગણવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં છે. હાઇકોર્ટે તમામ પક્ષોને સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો.

READ ALSO

Related posts

તાલિબાનને IMFનો મોટો ઝટકો: નહીં કરે કોઇ આર્થિક મદદ, ફંડિંગ માટે મુકી આ શરત

Bansari

પ્રધાનમંડળની જેમ સચિવાલયમાં પણ નો-રિપીટ થિયરી, ખરડાયેલી છબી ધરાવતા અધિકારીઓને લઇ મહત્વનો નિર્ણય

Dhruv Brahmbhatt

માથાનો દુ:ખાવો: જાડી ચામડીના અધિકારીઓ પાસે કામ કરાવવુ નવા નિશાળીયાઓ માટે અઘરૂ, નવા મંત્રીઓની પાઠશાળા લીધી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!