આ સરકારી બેંક થઈ હવે ખાનગી, RBIએ જણાવ્યું કેમ લીધો આ નિર્ણય

રીઝર્વ બેંક ઑફ ઈન્ડિયા તરફથી જાહેર થયેલા નવા સર્કલ્યુરમાં આઈડીબીઆઈ બેંકની કેટેગરી બદલી નાખવામાં આવી છે. હવે તે સરકારી નહીં, પરંતુ ખાનગી બેંક થઇ ગઇ છે.

અહીં જણાવવાનું કે આઈડીબીઆઈ બેંકમાં LIC (ભારતીય જીવન વીમા નિગમ)નો માલિકી હક છે. જોકે, ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણે (IRDAI) ભારતીય જીવન વીમા નિગમ તરફથી IDBI બેંકમાં પોતાની ભાગીદારી ઘટાડવા માટે પ્રસ્તાવ માંગ્યો છે. એલઆઈસીએ હાલમાં આઈડીબીઆઈ બેંકમાં અંકુશ માટેના હિસ્સાનું અધિગ્રહણ કર્યુ હતું.

RBI તરફથી જાહેર સર્ક્યુલરમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આઈડીબીઆઈમાં માલિકી હક સરકારની જગ્યાએ એલઆઈસીના હાથમાં ગયા બાદ બેંક હવે ખાનગી ક્ષેત્રનો ઉપક્રમ થયો છે. એટલું જ નહીં, બેંક તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આઈડીબીઆઈ બેંક પોતાના દરેક ગ્રાહકોને એક જ જગ્યાએ બેંકિંગ અને વીમા સર્વિસ આપવા માટે આવશ્યક જોગવાઈ કરી રહી છે.

જૂન 2018માં વીમા નિયામકે એલઆઈસીને દેવાના બોજ હેઠળ દબાયેલી આઈડીબીઆઈ બેંકમાં 51 ટકા ભાગીદારી ખરીદવાની પરવાનગી આપી હતી. એલઆઈસીએ આ અધિગ્રહણ હેઠળ 28 ડિસેમ્બરે આઈડીબીઆઈ બેંકમાં 14,500 કરોડ રૂપિયા નાખ્યા હતાં. ત્યારબાદ 21 જાન્યુઆરીએ એલઆઈસીએ બેંકમાં 5030 કરોડ રૂપિયા વધુ નાખ્યાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter