GSTV
Home » News » પેટ્રોલ થઇ શકે છે 10 રૂપિયા સસ્તુ! જાણો શું છે સરકારની નવી યોજના

પેટ્રોલ થઇ શકે છે 10 રૂપિયા સસ્તુ! જાણો શું છે સરકારની નવી યોજના

નીતિ આયોગની દેખરેખમાં સરકાર દેશભરમાં 15 ટકા મેથેનૉલ ભેળસેળવાળુ પેટ્રોલ લાવવાની તૈયારી દર્શાવી છે. એટલું જ નહીં, ગાડીઓના ટ્રાયલ પણ દેશભરમાં શરૂ થઇ ગયા છે જેની સંપૂર્ણ કવાયતથી પેટ્રોલની કિંમતમાં 10 રૂપિયા ઘટી શકે છે. ઉલ્લેખનીય છે કે મેથેનૉલને કોલસાથી બનાવવામાં આવે છે. જોકે, પેટ્રોલ-ડીઝલમાં ઇથેનૉલ મિલાવવામાં આવે છે. ઇથેનૉલને શેરડીમાંથી બનાવવામાં આવે છે. જેનો ખર્ચ પ્રતિ લીટર 42 રૂપિયા આવે છે. તો મેથેનૉલનો ખર્ચ લીટર દીઠ 20 રૂપિયા આવે છે.

શું છે સરકારની નવી યોજના

મેથેનૉલથી ગાડીઓ ચલાલવાની તૈયારીઓ પર ઝડપથી કામ થઇ રહ્યું છે.
15 ટકા ભેળવેલા મેથેનૉલથી પેટ્રોલની ગાડીઓ ચલાવવાની શરૂ થઇ ગઇ છે.
નીતિ આયોગની દેખરેખમાં પુણેમાં ટ્રાયલ રન શરૂ થઇ ગયુ છે.
મેથેનૉલમાં ભેળવેલુ પેટ્રોલ 8-10 રૂપિયા સુધી સસ્તુ થશે.

પુણેમાં મારૂતિ અને હ્યુન્ડાઈની ગાડિઓ પર ટ્રાયલ શરૂ થઇ રહ્યું છે.
2-3 મહિનામાં ટ્રાયલ રનના પરિણામ આવી જશે.
પરિણામ બાદ મેથેનૉલથી મળેલુ પેટ્રોલ મળવાનુ શરૂ થશે.

સરકાર આવુ કેમ કરી રહી છે?

એથેનૉલની સરખામણીએ મેથેનૉલ ઘણુ સસ્તુ છે.

એથેનૉલ 40 રૂપિયા પ્રતિ લિટર છે. તો મેથેનૉલ 20 રૂપિયા લીટરથી પણ સસ્તુ છે.

મેથેનૉલના ઉપયોગથી પ્રદૂષણ ઘટશે.

ક્યાંથી આવશે મેથેનૉલ

ડોમેસ્ટિક ઉત્પાદન વધારવા અને ઈમ્પોર્ટ પર સરકાનું ધ્યાન છે.
RCF (રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર) GNFC (ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન) અને આસામ પેટ્રોકેમિકલ જેવી કંપનીઓની ક્ષમતા વિસ્તારની તૈયારી પૂર્ણ થઇ ગઇ છે.
મેથેનૉલ આયાત કરવા માટે નીતિ આયોગે પણ બોલીઓ મંગાવી છે.
બોલીઓ આવ્યા બાદ ઈમ્પોર્ટ પ્રાઇસ નક્કી કરવામાં આવશે.
ચીન, મેક્સિકો અને મિડલ ઈસ્ટથી મેથેનૉલને ઈમ્પોર્ટ કરી શકાય છે.

શેરડીથી બને છે ઈથેનૉલ- ઈથેનૉલ શેરડીથી તૈયાર કરવામાં આવે છે. વર્ષ 2003માં ભારતમાં પેટ્રોલમાં 5 ટકાની ઇથેનૉલ મિક્સિંગને અનિવાર્ય કરવામાં આવ્યુ હતું. જેનો હેતુ પર્યાવરણની સુરક્ષા, વિદેશી ચલણની બચત અને ખેડૂતોને ફાયદો થશે. હજી 10 ટકા સુધી બ્લેડિંગ થઇ શકે છે.

READ ALSO

Related posts

સાડી ખરીદવા પર એક કિલો ડુંગળી ફ્રી, કપડાની દુકાન પર વધી ગ્રાહકોની સંખ્યા

Mansi Patel

ઉબોનની SW-11 સ્માર્ટવોચ ભારતમાં થઈ લોન્ચ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન…

pratik shah

રાહુલ ગાંધીએ સાચું જ કહ્યું છે તેઓ સાવરકર જેટલા સક્ષમ નથી : ઈન્દ્રેશ કુમાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!