GSTV
AGRICULTURE Business Trending

ખેડૂતોની સરકારને ચેતવણી – જો હાલાત નહિ સુધરે તો, 200 રૂપિયા કિલો પહોંચી જશે ડુંગળીના ભાવ

લાંબા સમયથી પરેશાન મહારાષ્ટ્રના ડુંગળીના ખેડૂતોને થોડી રાહત મળી છે. કેટલીક મોટી મંડીઓમાં ડુંગળીના ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો છે. પરંતુ હજુ પણ ખર્ચને પહોંચી વળવા પુરતો ભાવ મળતો નથી. ખેડૂતોનું કહેવું છે કે જો ડુંગળી માત્ર એકથી પાંચ-છ રૂપિયા કિલોના ભાવે વેચાતી રહેશે તો ખેડૂતો તેની ખેતી છોડી અન્ય પાક અપનાવશે અને તે ગ્રાહકો માટે ઘાતક સાબિત થશે. મહારાષ્ટ્ર ડુંગળી ઉત્પાદક સંગઠનના પ્રમુખ ભરત દિઘોલે કહે છે કે જો મહારાષ્ટ્રમાં ઉત્પાદન ઓછું થશે તો દેશમાં ડુંગળીની આયાત કરવી પડશે. તેની કિંમતમાં જોરદાર વધારો થશે અને તે 200 રૂપિયા સુધી પહોંચી શકે છે. તેથી ડુંગળીના ઉત્પાદન ખર્ચના હિસાબે સરકારે તેના ભાવ અંગે વહેલી તકે મહત્વનો નિર્ણય લેવો જોઈએ.

ખેડૂતો

મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. દેશની 40 ટકા ડુંગળીનું ઉત્પાદન અહીં થાય છે. અહીં નાસિકના લાસલગાંવમાં એશિયાનું સૌથી મોટું ડુંગળીનું બજાર છે. જ્યાં 1 જૂને ડુંગળીના ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. અહીં લઘુત્તમ ભાવ 601 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. જ્યારે મહત્તમ દર રૂ.1408 અને સરેરાશ દર રૂ.1051 પ્રતિ ક્વિન્ટલ હતો. તેવી જ રીતે, નિફાડમાં લઘુત્તમ ભાવ 450 રૂપિયા હતો. અહીં મહત્તમ દર 1201 અને સરેરાશ ભાવ 1071 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.

જ્યાં સૌથી વધુ ભાવ છે, ત્યાં શું સ્થિતિ છે?

અન્ય મંડીઓની સરખામણીએ પિંપળગાંવમાં ડુંગળીના ભાવ સામાન્ય રીતે વધુ હોય છે. કારણ કે અહીં ડુંગળીની ગુણવત્તા અલગ છે. અહીં 1 જૂને લઘુત્તમ ભાવ 600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. જ્યારે મહત્તમ ભાવ રૂ.1611 અને સરેરાશ ભાવ રૂ.1250 પ્રતિ ક્વિન્ટલ હતા. સાયખેડા મંડીમાં લઘુત્તમ ભાવ 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. મહત્તમ ભાવ 1301 રૂપિયા હતો જ્યારે સરેરાશ દર 1100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.

ડુંગળીમાં આજે પણ પાંચ વર્ષ પહેલાનો જ ભાવ મળી રહ્યો છે

મહારાષ્ટ્ર ઓનિયન ગ્રોવર્સ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ભરત દિઘોલે કહે છે કે પાંચ વર્ષ પહેલા પણ ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળી 10 રૂપિયાથી ઓછી મળતી હતી અને આજે પણ તે જ ભાવ મળી રહ્યો છે. જ્યારે પાક ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે ખેડૂતોને ભાવ મળવાનું શરૂ થાય છે, ત્યારે સરકાર તેને ઘટાડવાના પ્રયાસો શરૂ કરે છે, પરંતુ હવે જ્યારે માત્ર 50 પૈસા, 75 પૈસા, 1 રૂપિયો અને 2-3 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવામાં આવે છે ત્યારે ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવા કોઈ આવતું નથી.

ડુંગળીને લઘુત્તમ ટેકાના ભાવ હેઠળ લાવવી જોઈએ

વધુમાં જણાવ્યુ કે, જો ભાવ દર વર્ષે દર એકસરખો રહેશે ત્યારે ખેડૂતો ડુંગળીની ખેતી કરવાનું બંધ કરી દેશે. તેનાથી ઉત્પાદનમાં ઘટાડો થશે. પછી તેલીબિયાં પાકોની જેમ ડુંગળીની પણ આયાત કરવી પડશે. અનુમાન કરો કે તેની કિંમત કેટલી હશે. ડુંગળીની ખેતી અનાજના પાક કરતાં વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. આવી સ્થિતિમાં, સરકારે ડુંગળીની ખેતીના ખર્ચમાં 50 ટકા નફો ઉમેરીને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) નક્કી કરવા જોઈએ. અન્યથા આ રીતે ડુંગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતો પાયમાલ થઈ જશે.

READ ALSO:

Related posts

બિહાર : પટનામાં 26મી પૂર્વ ક્ષેત્રીય પરિષદની બેઠક શરૂ, દોઢ વર્ષ બાદ નીતિશ કુમાર અને અમિત શાહ મળ્યા

Hardik Hingu

Chanakya Niti: આ 5 લોકો પાસે ક્યારેય નથી ટકતા પૈસા, જીવનભર રહે છે પરેશાન

Kaushal Pancholi

“ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો ક્લીનચીટ ન આપી દેતા”, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ચાબખા

Nelson Parmar
GSTV