ધરતીપુત્રો માટે મોદી સરકારની સ્કીમ તૈયાર! ખેતી માટે ખાતામાં નાખશે પૈસા

મોદી સરકાર ખેડૂતોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એક મોટું પગલું ઉઠાવવાની તૈયારી કરી રહી છે. સીએનબીસી-આવાજના સૂત્રો તરફથી મળી રહેલી માહિતી મુજબ, ખેડૂતો માટે રાહત પેકેજનો પ્રસ્તાવ તૈયાર થઇ ગયો, જેના પર ટૂંક સમયમાં નિર્ણય થઇ શકે છે. નવા પ્રસ્તાવ મુજબ, ખેડૂતોના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. જે ધરતીપુત્રોની પાસે જમીન નથી તેવા ખેડૂતોને પણ સ્કીમમાં સામેલ કરી શકાય છે.

સ્કીમ તૈયાર-

ખેડૂતોને દેવામાફીના બદલામાં મોદી સરકારે નવી દરખાસ્ત તૈયાર કરી લીધી છે. નવા પ્રસ્તાવ મુજબ, ખેડૂતોના ખાતામાં સીધી રકમ આપવામાં આવશે. જમીન વગરના ખેડૂતોને પણ તેમાં સમાવેશ કરી શકાય છે. પ્રસ્તાવમાં ઓડિશા, તેલંગાણા મૉડલની ઝલક છે. સ્કીમ હેઠળ દરેક પરિવાર માટે રકમની મહત્તમ સીમા નક્કી કરવામાં આવશે.

પ્રસ્તાવમાં બે રાજ્યની ઝલક

પ્રસ્તાવમાં બે રાજ્ય ઓડિશા અને તેલંગાણા મૉડલની ઝલક છે. તેલંગાણામાં દરેક વાવણીની સીઝન પહેલા એકર દીઠ 4000 રૂપિયા આપવામાં આવે છે. તો ઓડિશામાં પરિવાર દીઠ 5000 રૂપિયા ખેડૂતોને આપવાની સ્કીમ છે. સ્કીમ હેઠળ ખેડૂતોને સરકારી ખરીદ કિંમત નક્કી કરવામાં આવશે.

આ પેકેજમાં વીમા, કૃષિ દેવુ, આર્થિક મદદ એકસાથે આપવા પર વિચાર થઇ રહ્યો છે. સરકાર વ્યક્તિગત ફાયદો આપવાને બદલે પરિવારને મદદ કરવાનો વિચાર કરી શકે છે. આ સ્કીમ હેઠળ કિસાન પરિવાર સિવાય વધુ આર્થિક રૂપથી પછાત પરિવારને મદદ આપવાની રણનીતિ બની રહી છે. સ્કીમમાં નાના, સીમાંત અને બટાઈદારો અથવા ભાડાં પર ખેતી કરનારા ખેડૂતોને ફાયદો આપવા પર ભાર અપાયો છે. આ સ્કીમ હેઠળ ખેડૂતોને 0 % વ્યાજ પર લોન આપવાનો નિર્ણય થઇ શકે છે.

સરકાર ઓડિશાના “કાલિયા” મૉડલનો કરી રહી છે અભ્યાસ

ધરતીપુત્રોને રાહત આપવા માટે મોદી સરકાર “કાલિયા”નો અભ્યાસ કરી રહી છે. કાલિયા મૉડલ હેઠળ કિસાન પરિવાર દીઠ 5 ક્રોપ સીઝન માટે 25,000 રૂપિયા આપવાનો પ્રસ્તાવ છે. વાર્ષિક એક વખત આર્થિક મદદ આપવા પર વિચાર છે. આ સાથે જ સરકાર આર્થિક દેવાની સમીક્ષા કરી રહી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter