મોદી સરકારની ભેટ: હવે બેન્કની જગ્યાએ પોસ્ટ ઓફિસમાં પૈસા મુકતા થઈ જાવ, વધારે લાભ થશે

કેન્દ્રની મોદી સરકારે મોટો નિર્ણય લઇને પોસ્ટ ઑફિસની બચત યોજનાઓ પર વ્યાજ દર વધારવાનો નિર્ણય લીધો છે. પોસ્ટ ઑફિસ જમા દરોમાં 0.10 ટકાનો વધારો થયો છે. એક વર્ષના જમા દર પર 0.10 ટકાનો વધારો થયો છે. જેનો અર્થ છે કે તમને વધારે લાભ મળશે. અહીં તમને જણાવવાનું છે કે સરકાર સ્માલ સેવિંગ્સ સ્કીમ (Small Savings Scheme નાની બચત યોજનાઓ) પર દર ત્રણ મહિનામાં વ્યાજ દર (Interest rate) નક્કી કરે છે. આ સરકાર પર નિર્ભર કરે છે કે તેઓ ક્યારે તેમાં ફેરફાર કરે. અહીં સ્પષ્ટ કરી દઇએ કે આ જરૂરી નથી કે સરકાર ત્રણ મહિનામાં ફેરફાર કરે.

પોસ્ટ ઑફિસની હિટ સ્કીમ

ટાઇમ ડિપૉઝીટ (ટીડી) અથવા ફિક્સ્ડ ડિપૉઝીટ (એફડી)- પોસ્ટ ઑફિસ ફિક્સ્ડ ડિપૉઝીટ (એફડી)માં, એક નક્કી મુદ્દત માટે એકમુશ્ત પૈસા રોકાણ કરી શકો છો. જેમાં તમે નિશ્ચિત રિટર્ન અને વ્યાજ ચૂકવણીનો લાભ ઉઠાવી શકો છો. પોસ્ટ ઑફિસ ટાઇમ ડિપૉઝીટ (ટીડી) અથવા ફિક્સ્ડ ડિપૉઝીટ (એફડી) ખાતા ચાર પરિપક્વતા મુદ્દત-એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ અને પાંચ વર્ષ માટે વ્યાજદરોની રજૂઆત કરે છે. ભારતીય પોસ્ટની સત્તાવાર વેબસાઇટ મુજબ, 5 વર્ષની સાવધિ જમા હેઠળ રોકાણ કરવાથી આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 80સી હેઠળ કરમુક્તિનો લાભ પ્રાપ્ત કરી શકો છો.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)- પોસ્ટ ઑફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)માં રોકાણ પર તમે આવકવેરાનો લાભ લઇ શકો છો. ડિસેમ્બરમાં સમાપ્ત થતી તિમાહી માટે, PPF ખાતામાં જમા રકમ પર વાર્ષિક 8 ટકાના વ્યાજ દર મળે છે. જમા વ્યાજની ગણતરી વાર્ષિક આધાર પર કરવામાં આવે છે, જેનો અર્થ છે કે તેને દર વર્ષે મુખ્યમાં જોડવામાં આવે છે. પીપીએફની છૂટ (EEE) શ્રેણી અંતર્ગત આવે છે. જેનો અર્થ છે કે રિટર્ન, પરિપક્વતા રકમ અને વ્યાજ રકમને આવકવેરામાંથી ડિસ્કાઉન્ટ મળે છે.

પોસ્ટ ઑફિસ વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS)- વરિષ્ઠ નાગરિકોને એક સફળ જીવન જીવવા માટે પોસ્ટ ઑફિસ સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS) પૈસા બનાવવામાં ઘણી અસરકારક છે.

પોસ્ટ ઑફિસ રાષ્ટ્રીય બચત પત્ર (એનએસસી)- ભારતીય પોસ્ટ ઑફિસ તરફથી ચાલતી આ રોકાણ યોજના ઘણી પ્રચલિત છે. એનડીટીવી પ્રોફિટના સમાચાર મુજબ, પોસ્ટ ઑફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ પર વાર્ષિક આધારે 8 ટકાના વ્યાજ દર મળી રહ્યાં છે. જેમાં વ્યાજની ગણતરી વાર્ષિક આધાર પર થાય છે, પરંતુ વ્યાજની રકમ રોકાણના પરિપક્વ થયા બાદ આપવામાં આવે છે. એક 100 રૂપિયાની એનએસસી પાંચ વર્ષ બાદ 146.93 રૂપિયા થઇ જશે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં જમા રકમ પર આવકવેરા અધિનિયમની કલમ 80 સી હેઠળ કર વળતર મળે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter