GSTV
Home » News » દેશની સૌથી મોટી IT કંપનીએ રાજનૈતીક પાર્ટીને આપ્યું આટલા કરોડનું ડોનેશન

દેશની સૌથી મોટી IT કંપનીએ રાજનૈતીક પાર્ટીને આપ્યું આટલા કરોડનું ડોનેશન

દેશની સૌથી મોટી IT કંપની TCSએ રાજનૈતીક પાર્ટીને 220 કરોડ રૂપિયાનું ડોનેશન આપ્યું છે. કંપનીની તરફથી જાહેર કરવામાં આવેલા ચાર મહિનાના પરિણામમાં તેનો ખુલાસો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે TCSએ શુક્રવારે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસના પરિણામ જાહેર કર્યા. કંપનીએ આ ખર્ચને પોતાના વહીખાતામાં અન્ય ખર્ચની હેઠળ રાખ્યું છે. આ ડોનેશન TCS દ્વારા આપવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું ડોનેશન છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ડોનેશનનો ફાયદો કઈ પાર્ટીને થશે.

  • TCSએ રાજનૈતીક પાર્ટીઓને આપ્યા 220 કરોડ રૂપિયા
  • TCS એ જણાવ્યું કે રાજનૈતીક પાર્ટીના ઈલેક્ટોરલ ટ્રસ્ટને 220 કરોડ રૂપિયા આપ્યા છે.
  • TCS ઉપરાંત ટાટા ગ્રૂપની કંપનીઓ પહેલા પણ ઈલેક્ટોરલ ટ્રસ્ટને પૈસા આપી ચુકી છે.
  • TCSએ પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટને પૈસા આપ્યા હતા. જેને ટાટા ટ્રસ્ટે 2013માં સ્થાપિત કર્યું હતું.
  • આ ટ્રસ્ટે એક એપ્રિલ 2013થી લઈને 31 માર્ચ, 2016ની વચ્ચે ધણી રાજનૈતીક પાર્ટીઓને પૈસા આપ્યા.
  • તેમાં સૌથી વધુ પૈસા કોંગ્રેસ અને તેની બાદ બીજુ જનતા દળને મળ્યા.
  • તે સમયે ટીસીએસએ ફક્ત 1.5 કરોડનું કોન્ટ્રીબ્યુશન કર્યું હતું.

ભારતમાં ધણા ઈલેક્ટોરલ ટ્રસ્ટ છે જે કોર્પોરેટ અને રાજનૈતીક પક્ષોની વચ્ચે મધ્યસ્થ છે. તેમાં સૌથી મોટુ ઈલેક્ટોરલ ટ્રસ્ટ પ્રોન્ડેટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ છે.

વર્ષ 2017-18માં તેને કુલ જમા 169 કરોડ રૂપિયામાંથી 144 કરોડ રૂપિયા બીજેપીને આપ્યા હતા. ટાટાના પ્રોગ્રેસિવ ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ દાખલ નવીનતમ વાર્ષિક રિપોર્ટ અનુસાર, વર્ષ 2017-18 વખતે તેણે કોઈ પણ રાજનૈતિક પાર્ટીને કોઈ યોગદાન નથી આપ્યું અને તેનું નુકશાન 54,844 કરોડ રૂપિયા છે.

Read Also

Related posts

ભારતમાં Tik Tok પરનો પ્રતિબંધ હટાવાયો, ચીની કંપનીને મોટી રાહત

Bansari

એરટેલને પછાડી આ કંપની બની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

Mansi Patel

તમારા ફોનની આ સેટિંગ ઑન હશે તો કોઇપણ તમને કરી શકે છે ટ્રેક, 1 મિનિટમાં આ રીતે કરો ચેક

Bansari