GSTV
Gujarat Government Advertisement

ઈતિહાસમાંથી લોકો કંઈ શીખતા નથી, તેનું તાદ્દશ ઉદાહરણ આખો દેશ જોઈ રહ્યો છે, સવા વર્ષથી છે કોરોના પણ સરકારોને શું કરવુ તેની નથી ગતાગમ

Last Updated on May 4, 2021 by Pravin Makwana

ભારતમાં કોરોનાનું ભયાનક મોજું ફરી વળ્યું છે. છેલ્લા અઠવાડિયાથી રોજિંદા ત્રણ લાખ ઉપર કેસ આવી રહ્યાં છે. હજુ તો કોરોના મે મહિનાના મધ્યમાં ટોચે પહોંચવાની નિષ્ણાંતોની આગાહી છે. થોડા સમય પહેલાં જ મે મહિનામાં રોજિંદા ત્રણ લાખ કેસ આવવાનું અનુમાન હતું પરંતુ લાગે છે કે મે મહિનામાં તો રોજના ચાર લાખ કેસ નોંધાશે. વિકાસ-નેતૃત્વની પોલ કોરોનાએ ખોલી નાખી છે. બીજી તરફ ઘણા એવા દેશો છે, જેમણે કોરોના સામે ધીમી ગતીએ પણ મક્કમ લડત આપી. એટલે એ દેશો આજે જગત માટે રોલ મોડેલ બન્યા છે.

ભલભલા મુખ્યમંત્રી અને રાજકીય નેતાઓને પણ ભાન પડતુ નથી કે શું કરવું

ઈતિહાસમાંથી લોકો કંઈ શીખતા નથી, તેનું તાદ્દશ ઉદાહરણ આખો દેશ જોઈ રહ્યો છે. કોરોના સવા વર્ષથી છે, પણ શું કરવું તેની સરકારને સુઝ પડતી નથી. ભારતમાં હેલ્થકેર અથવા તો મેડિકલ ક્રાઈસિસ હોવાની ચારેયકોર ચર્ચા છે. પણ તેનાથી મોટી ક્રાઇસિસ નેતૃત્વની છે. કટોકટીના સમયે કેવીરીતે દેશ કે રાજ્યનું સંચાલન કરવું, તેનું ભલભલા મુખ્યમંત્રીઓ કે રાજકારણીઓને અત્યારે ભાન પડતું નથી. વિકસિત ગણાતા રાજ્યો પછાત સાબિત થયા છે, બીજી તરફ ઘણા એવા દેશો છે, જેમણે કોરોના સામે ધીમી ગતીએ પણ મક્કમ લડત આપી.

કોરોના

ઈઝરાયેલની જીત પાછળના આવા છે કારણો

ઈઝરાયેલની સફળતાનું એક કારણ દેશનું નાનું કદ અને મર્યાદિત વસ્તી છે. તો બીજું કારણ પ્રજાની શિસ્તબદ્ધતા છે. આખા દેશમાં પ્રજાને રસી અપાઈ ગઈ છે.  ઈઝરાયેલ કોરોના પછી પહેલો દેશ છે, જેણે લોકોને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપી દીધી છે. ૧૬ વર્ષથી મોટા હોય એવા તમામને પહેલો કોરોના રસીનો ડોઝ મળી ગયો છે અને ૬૦ ટકાથી વધારે વસ્તીએ તો બન્ને ડોઝ લઈ લીધા છે.   એ દેશ હવે કોરોનાપ્રૂફ છે એમ ન કહી શકાય તો પણ કોરોના ત્યાંથી છેટો રહે એવી વ્યવસ્થા તો સરકારે કરી દીધી છે.

કોરોના

અણઆવડતવાળી સરકારોએ દેશ માથે માઠી બેસાડી

ઈઝરાયેલની વસતી ૧ કરોડ છે, એટલે ત્યાં કોરોના કાબુમાં રહ્યો એવુ નથી. કેમ કે આપણે ત્યાં પણ ૧ કરોડથી ઓછી વસતી ધરાવતા રાજ્યો છે અને ગુજરાતાં કોરોના કેન્દ્ર બનેલું અમદાવાદ પણ ૧ કરોડથી ઓછી વસતી ધરાવે છે. એટલે માત્ર ઓછી વસતીથી કોરોના કાબુમાં રહે એવુ નથી. ઓછી વસતી ઉપરાંત સરકારની આવડત જોઈએ. ઈઝરાયેલે પરદેશી પ્રવાસીઓને આગમન પછી અલગ રહેવાનો નિયમ કડકાઈથી લાગુ કર્યો હતો. રસી માટે રજિસ્ટ્રેશન થાય અને લોકો લાઈનમાં આવી રસી લેવા ઉભા રહે તેના બદલે એ દેશે લોકો જ્યાં હોય ત્યાં પહોંચીને રસીકરણ કર્યું. ભારતમાં ધીમું રસીકરણ એ મોટી સમસ્યા છે અને અત્યારે તો સરકાર પાસે રસીકરણ ઝડપી બનાવવા માટે પુરતા ડોઝ જ નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પેલેસ્ટાઇનના રોકેટ હુમલામાં માર્યા ગયેલી કેરળની મહિલાની અંતિમ વિદાઈ, પાર્થિવ શરીર ભારત પહોંચ્યો

Bansari

અગત્યનું/ ડિપ્લોમામાં એડમિશન માટે નવી એન્ટ્રેસ ટેસ્ટ લેવાય તેવી શક્યતા, માસ પ્રમોશન બાદ હવે મોટી ચિંતા

Pravin Makwana

OMG! માત્ર 19 મિનિટમાં વેચાઇ ગયું પાબ્લો પિકાસોનું પેઇન્ટિંગ ‘મેરી થ્રી’, કિંમત જાણશો તો આંખો પહોળી થઇ જશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!