હવે ગ્રાહકો કેસ સરળતાથી લડી શકશે, જાણો સરકારે કયા પગલા ઉઠાવ્યા

સરકારે ગ્રાહકોની ફરિયાદોનો ઉકેલ લાવવા માટે વધુ એક મંચ આપ્યો છે. હવે કોઈ પણ ગ્રાહક કન્ઝ્યૂમર કોર્ટ જતા પહેલા કોઈ પણ કંપની વિરુદ્ધ મધ્યસ્થતાનો રસ્તો અપનાવી શકે છે. કન્ઝ્યૂમર અફેર મંત્રાલયે મધ્યસ્થાની ગાઈડલાઈન્સ તૈયાર કરી દીધી છે. જેની મંજૂરી માટે એનસીડીઆરસી પાસે મોકલી દેવામાં આવ્યો છે.

જે મંજૂર થવાથી ગ્રાહક માટે કેસ લડવો સરળ થઇ જશે અને ગ્રાહકની પાસે વિવાદનો ઉકેલ લાવવાના વિકલ્પ હશે. તેમ છતાં મધ્યસ્થતા નિષ્ફળ રહ્યાં બાદ કોર્ટ જવાનો વિકલ્પ પણ ખુલી જશે. ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં કન્ઝ્યૂમર્સ કોર્ટમાં 4 લાખ 30 હજાર કેસ પેન્ડિંગ છે. આ પેન્ડિંગ મામલાનો ભાર ઓછો કરવાની કવાયત છે.

મધ્યસ્થતાની ગાઈડલાઈન્સ હેઠળ મધ્યસ્થની નિયુક્તિ હશે, જે બંને પાર્ટીઓની સાથે બેઠક કરશે. બંને પાર્ટીઓ પાસેથી પુરાવા, દસ્તાવેજની માંગ કરવામાં આવશે અને 21 દિવસમાં મધ્યસ્થતાની કાર્યવાહી પૂર્ણ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. આનાથી વધુ પાર્ટી દ્વારા માંગ કરવાથી 15 દિવસથી વધુનો સમય આપવામાં આવશે.

જોકે, મધ્યસ્થ દ્વારા પણ સાક્ષ્ય અધિનિયમ કાયદાનુ પાલન કરવામાં આવશે અને ફરિયાદી પાર્ટીને 10 દિવસમાં જવાબ ન આપવાથી મધ્યસ્થતાનો વિકલ્પ બંધ થઇ જશે. જોકે ગાઈડલાઈન્સને મંજૂરી મળ્યા બાદ ગ્રાહકની ફરિયાદનો ઉકેલ સરળ થઇ જશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter