GSTV
Home » News » ….તો શું બંધ થઈ જશે ટેલીકૉમ કંપની BSNL

….તો શું બંધ થઈ જશે ટેલીકૉમ કંપની BSNL

સરકારી ટેલીકૉમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ને લઇને અમૂક બાબતો પર સરકાર વિચાર કરી રહી છે. મીડિયા રીપોર્ટ મુજબ, કંપનીમાં નવા પ્રાણ ફૂંકવા માટે વિનિવેશ (હિસ્સો વેચવા) સિવાય તેને બંધ કરવાના વિકલ્પ પર પણ વિચાર ચાલુ છે. અહીં જણાવવાનું કે ગયા નાણાંકીય વર્ષ 2017-18ના અંત સુધીમાં કંપનીનુ કુલ નુકસાન 31,287 કરોડ રૂપિયા પહોંચી ગયુ છે. બીએસએનએલના અધિકારીઓ અને કેન્દ્રીય દૂરસંચાર સેક્રેટરી અરૂણા સુંદરરાજનની સાથે આ અંગે બેઠક થઇ છે.

અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયા (ટીઓઆઈ)માં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, BSNLના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવે દૂરસંચાર સચિવ સમક્ષ એક પ્રેઝન્ટેશન આપ્યું, જેમાં કંપનીની નાણાંકીય સ્થિતિ, તેના કુલ ખર્ચની વિગતો આપવામાં આવી છે. આ સિવાય તેમણે સંભવિત રીતે કર્મચારીઓ માટે વૉલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ (વીઆરએસ) અને સમય પહેલા સેવાનિવૃત્તિની યોજનાનું વિસ્તૃત વિવરણ રજૂ કર્યું.

બીએસએનએલમાં નવા પ્રાણ ફૂંકવાના વિકલ્પ પર વિચાર કરવાનુ કહ્યું છે, તો બીજીતરફ સરકારે કંપનીને બંધ કરવા અંગે વિશ્લેષણ કરવાની પણ વાત કરી છે. બીએસએનએલને સરકારની પાસે હાજર તમામ વિકલ્પોનું તુલનાત્મક વિશ્લેષણ કરવાનુ કહેવામાં આવ્યું છે. આ વિકલ્પોમાં કંપનીમાં રણનીતિક વિનિવેશ, કંપની બંધ કરવી અથવા નાણાંકીય સમર્થનથી નવા પ્રાણ ફૂંકવા વગેરે સામેલ છે.

બીએસએનએલ માટે સૌથી મોટું ટેન્શન તેના કર્મચારી છે. કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે બીએસએનએલે વીઆરએસ અને સેવાનિવૃત્તિની ઉંમર 60 વર્ષથી ઘટાડીને 58 વર્ષ કરવાની વાત કરી છે. જો સેવાનિવૃત્તિની ઉંમર 2019-20થી ઘટાડવામાં આવે તો તેનાથી કંપનીના વેતન ખર્ચમાં 3000 કરોડ રૂપિયાની બચત થશે. વીઆરએસના સંદર્ભમાં કંપનીએ કહ્યું છે કે તેઓ તેના માટે 56-60 વર્ષની ઉંમરવાળા કર્મચારીઓને ટાર્ગેટ કરશે, જેનાથી 67,000 કર્મચારી તેના દાયરામાં આવશે.

બીએસએનએલે પોતાની જમીનો અને બિલ્ડિંગો દ્વારા આવકનો પ્લાન સોંપ્યો છે. કંપનીના નવા પ્રાઈમ લોકેશન પર મોટી જમીન છે. જો તેનો ઉપયોગ કરવામાં આવે તો કંપનીને 15,000 કરોડ રૂપિયાની આવક થાય તેવી શક્યતા છે.

READ ALSO

Related posts

વડોદરામાં ભારે ઉકળાટ બાદ વરસાદનું થયું આગમન , ગરબા આયોજકોમાં ચિંતાના વાદળો ઘેરાયા

pratik shah

અમદાવાદમાં હેરીટેજ વારસાને સાચવવા ચોક્કસ બાંધકામ નીતિ અમલમાં મુકવાની લોકોની માંગ

Nilesh Jethva

ભાવનગરમાં શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર કરતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!