ગાજી ગયો…પુલવામા હુમલાનાં મુખ્ય સૂત્રધાર ઠાર, બિલ્ડીંગ જ ઉડાવી દઈ સેનાએ લીધો બદલો

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા પાંચ  દિવસમાં 45 જવાન શહીદ થયા છે ત્યારે આજે પણ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષાદળ વચ્ચે અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ જૈશના કમાન્ડર કામરાન અને રશીદને ઠાર કર્યા છે.

સેનાએ એક ઈમારતમાં વિસ્ફોટ કરી બન્ને માસ્ટર માઈન્ડને ઠાર કર્યા છે. આ આદિલ ડારના સહયોગી હતા. જોકે હજી સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઇ નથી. અંદાજે 11 કલાક સુધી ચાલેલી અથડામણમાં કામરાન નામનો બીજો એક આતંકવાદી પણ ઠાર કરાયો છે.

જ્યારે અથડામણમાં મેજર સહિત ચાર જવાન શહીદ થયા છે. જેઓ 55મી રાષ્ટ્રીય રાઇફલના જવાન હતા. અથડામણમાં શહીદ થયેલા જવાનમાં  મેજર ડીએસ ડોડિયાલ, હેડ કોન્સ્ટેબલ સેવા રામ, સિપાહી અજય કુમાર અને હરિ સિંહનો સમાવેશ થાય છે.

  • કોણ હતો આતંકી ગાજી રશીદ
  • જૈશનો ટોપનો કમાન્ડર
  • મસૂદ અઝહરનો સૌથી નજીકનો સાથી
  • આઇઇડી બનાવવામાં નિષ્ણાત
  • તાલિબાન પાસેથી લીધી આતંકવાદીની ટ્રેનિંદ
  • 9મી ડિસેમ્બરે કાશ્મીરમાં કરી ઘૂસણખોરી

સેનાએ જૈશ-એ- મોહમ્મદના બેથી ત્રણ આતંકીઓ ઘેર્યા હતા. જેમા જૈશનો ટોપ કમાન્ડર કામરાન અને રાશિદને ઘેરવામાં આવ્યો હતો. આ અથડામણ વહેલી સવારે પિંગલિ વિસ્તારમાં અથડામણ થઈ હતી. જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી છે. અથડામણમાં  સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસે મોરચો સંભાળ્યો અને સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ  કરી દેવામાં આવી છે.

હાઈ લેવલની બેઠક હજુ જારી છે

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંબંધમાં પૂછપરછ માટે 23 કશ્મીરીઓને ભરડામાં લીધા છે. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામાના અવંતીપુરાના ગૌરીપોરા વિસ્તારમાં હુમલામાં સીઆરપીએફના 40 સૈનિકો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા લેવામાં આવી હતી.

કોણ છે ગાઝી રાશિદ?

જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર પોતાના ભત્રીજા દ્વારા ઘાટીમાં આતંકી હરકતોને અંજામ આપતો હતો. પરંતુ ગયા વર્ષે ઓપરેશન ઓલઆઉટ દરમ્યાન સુરક્ષાબળો એ તેને ઠાર કરી દીધો હતો. ત્યારબાદથી જ મસૂદ અઝહરે કાશ્મીરની જવાબદારી પોતાના ટોપ કમાન્ડર અને આઇઇડી એક્સપર્ટ ગાઝી રાશિદને આપી હતી. જે હાલમાં જવાબદારીઓ સંભાળતો હતો. આદિલ ડારનો સાથી હતો.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સમાચાર એજન્સીનાં રાઇટર્સે કહ્યું હતું કે અટકાયતમાં લેવાયેલા 23 લોકો સીધા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા છે અથવા તેમને ટેકો આપે છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે એનઆઈએએ શંકાસ્પદોને વિસ્ફોટો અંગે પૂછપરછ કરી હતી. એક સૂત્રે જણાવ્યું હતું કે, તેઓ જૈશ-એ-મોહમ્મદ અને તેના કાશ્મીર ચીફના ટોચના કમાન્ડરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એવું માનવામાં આવે છે કે કાશ્મીરમાં સક્રિય રહેલા જૈશનાં કાર્યકર મોહમ્મદ ઓમરે સીઆરપીએફના કાફલા પર હુમલો કરવાની યોજના બનાવી હતી તેણે જ હુમલાખોર આદિલનાં મગજને આ હુમલા માટે તૈયાર કર્યો હતો. સુરક્ષા દળોને શંકા છે કે તે દક્ષિણ કાશ્મીરમાં ક્યાંક છુપાયેલ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઓમર પાકિસ્તાનથી કાશ્મીર આવ્યો હતો.


અહીં ઈન્ટરનેટ સેવાને પણ બંધ કરી દેવામાં આવી છે

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સેનાએ ઘેરેલા આતંકવાદીઓ આદિલ અહમદ ડારના સાથી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. અથડામણમાં એક નાગરિકનું પણ મોત થયુ છે. જ્યારે અથડામણમાં ઘાયલ થયેલા જવાનોને શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે અથડામણ બાદ અહીં ઈન્ટરનેટ સેવાને પણ બંધ કરી દેવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter