GSTV
Gujarat Government Advertisement

ગ્રાહક ધ્યાન આપે! આ સરકારી બેંકે ન્યૂનત્તમ બેલેન્સને કર્યુ ડબલ, નહીં માનો તો પૈસા કપાશે

Last Updated on January 13, 2019 by

સરકારી બેંક BOB (બેંક ઑફ બરોડા)એ બચત ખાતા માટે મિનિમમ બેલેન્સને ડબલ કરી દીધુ છે. બેંક તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મિનિમમ ક્વાર્ટલી એવરેજ બેલેન્સ ડબલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે બેંકના ગ્રાહકોએ પોતાના બચત ખાતામાં વધારે પૈસા રાખવા પડશે. નવો નિયમ 1 ફેબ્રુઆરી 2019થી લાગુ થશે. બેંકે એસએમએસ મોકલી પોતાના ગ્રાહકોને જાણકારી આપી છે. અહીં જણાવવાનું કે બીઓબી સરકારી બેંક છે. સરકારે તેમાં દેના બેંક અને વિજયા બેંકને મર્જર કરવાનો નિર્ણય કર્યો છે. મર્જર બાદ આ એસબીઆઈ બાદ બીજી સૌથી મોટી સરકારી બેંક બની જશે.

બેંક ઑફ બરોડાએ ગ્રામ્ય વિસ્તારોની શાખાઓ માટે ન્યૂનત્તમ બેલેન્સની રકમમાં ફેરફાર કર્યો નથી. બેંકે ટ્વિટર પર પણ આ અંગે જાણકારી આપી છે. 1 ફેબ્રુઆરી 2019થી બરોડા એડવાન્ટેજ સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ ક્વાર્ટલી એવરેજ બેલેન્સમાં ફેરફાર થશે. બેંકના નવા નિયમો મુજબ, મિનિમમ બેલેન્સ નહીં રાખનારી શહેરી અને મેટ્રોની શાખાઓ માટે પેનલ્ટી 200 રૂપિયા હશે, જ્યારે અર્ધ-શહેરી શાખાઓ માટે 100 રૂપિયા હશે.

બચત ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં હોવાથી ગ્રાહક પર બેંક તરફથી દંડ વસૂલવામાં આવશે. શહેરી ગ્રાહકો માટે ન્યૂનત્તમ બેલેન્સ 1000 રૂપિયાથી વધારીને 2 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યું છે. અર્ધ-શહેરી શાખાઓ માટે તેને 500 રૂપિયાથી વધારીને 1000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. બેંક તેના માટે ખાતામાંથી પૈસા કાપશે.

બેંક ઑફ બરોડાએ પોતાના ગ્રાહકોને પેનલ્ટીથી બચાવવા માટે મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાનુ કહ્યું છે. બેંક પોતાના બધા ગ્રાહકોને તેના મોબાઈલ નંબર પર એસએમએસ મોકલીને આ અંગે જાણકારી આપી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!