વિનોદ ખન્નાની પત્ની ગીતાંજલિનું નિધન, બોલીવુડમાં શોકની લહેર

બોલીવુડ એક્ટર વિનોદ ખ્નાની પહેલી પત્ની ગીતાંજલિ ખન્ના અને અક્ષય ખન્નાની માતાને લઇને એક ખબર સામે આવી છે. ખબરોની માનીએ તો ગીતાંજલિ ખન્નામું 15 ડિસેમ્બર, શનિવારે નિધન થયું. ગીતાંજલિનું મહારાષ્ટ્રના રાયગડઢ જિલ્લાના માંડવામાં દેહાંત થયું. મીડિયા રિપોર્ટસ અનુસાર બીમારીના કારણે ગીતાંજલિનું નિધન થયુ.

રિપોર્ટસ અનુસાર રાતે અચાનક તેમની તબિયત બગડી ગઇ જે બાદ ડોક્ટર્સને બોલાવામાં આવ્યા. દરમિયાન ગીતાંજલિએ પોતાના અંતિમ શ્વાસ લીધાં હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે હાલ માંડવાની એક હોસ્પિટલમાં ગીતાંજલિનું પોસ્ટમોર્ટમ પ્રોસેસ ચાલી રહી છે. જ્યાં તેમના બંને દિકરા અક્ષય અને રાહુલ હાજર છે.

આ વાતની જાણકારી એક પત્રકારે ટ્વિટર પર શેર કરતાં આપી. ટ્વિટ કરતાં તેમણે લખ્યું કે, ગીતાંજલિ ખન્ના, દિવંગત વિનોદ ખન્નાના પૂર્વ પત્ની અને અક્ષય ખન્ના-રાહુલ ખન્નાના માતાએ આજે દુનિયાને અલવિદા કહ્યું.

ગીતાંજલિનું પુરુ નામ ગીતાંજલિ તલેયર હતુ. તેમણે વર્ષ 1971માં વિનોદ ખન્ના સાથે લગ્ન કર્યા હતા. તે બાદ 1985માં તે વિનોદથી અલગ તઇ ગયાં. છૂટાછેડા લીધાં બાદ વિનોદ ખન્નાએ 1990માં કવિતા દફ્તરી સાથે લગ્ન કર્યા હતા.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter